________________ ગાથા-૫ પુદ્ગલૈઃ પુદ્ગલાસ્તૃપ્તિ, યાજ્જાત્મા પુનરાત્મના પરતૃપ્તિસમારોપો, શાનિનસ્તન યુજ્યતેપા પુગલોથી પુગલો જ ઉપચય રૂપ તૃપ્તિ પામે છે તથા આત્મગુણ પરિણામથી આત્મા તૃપ્તિ પામે છે. આથી પુદ્ગલની તૃપ્તિનો આત્મામાં ઉપચાર કરવો એ અભ્રાન્ત જ્ઞાનીને ઘટતો નથી. અન્ય દ્રવ્યના ધર્મનો અન્ય દ્રવ્યોમાં આરોપ કરે તે જ્ઞાની કેમ કહેવાય? મચતે નવતત્વ | મુનિ જગતને તત્ત્વદષ્ટિથી જુએ, માને, સ્વીકારે છતાંયે તેનાથી નિરાલો રહે તે મુનિ. છઠ્ઠ, અઠ્ઠમ તપ કરે, અરસ નિરસ આહારે, આત્માનું જે દુઃખ છે તે પર સંયોગોમાં છે તે સમજ્યા પછી તેને પરને (પુદ્ગલને) છોડતાં વાર નહીં લાગે. હું જ મારા આત્માનો કર્તા-ભોક્તા છું પર નહીં તે સમજે પછી 'સ્વ'માં જ વસે અને તેમાં જ રમે. પુગલનાં સંયોગથી પુદ્ગલ તૃપ્ત થાય છે, આત્મા નહીં. બંને સ્વરૂપ અને સ્વમાનથી ભિન્ન છે. આત્મા આકાશથી તૃપ્ત થઈ શકતો નથી. કેમકે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ભળી શકતું નથી. વર્તમાનમાં મળેલું શાસન આત્માના અનુભૂતિના સ્વાદ માટે જ છે. પ્રતિકૂળતામાં પણ વેદવિદ્ મહાતમ્ સાધુ તો સુખીયા ભલા, દુઃખીયા નહીં લવલેશ.કેમ? એમને અશાતાનો ઉદય નહીં આવતો હોય? આવે પણ તેને વેદે નહીં પણ આત્માના આનંદને જ વેદ. સંયમ અને તપથી આત્માની સમીપે રહેતાં આત્મગુણોનાં આનંદ સાગરમાં ડૂબે છે. એક પુદ્ગલ દ્રવ્યથી બીજું પુદ્ગલ દ્રવ્ય પુષ્ટ થાય છે પણ તેસિવાયના દ્રવ્યોમાં તેમ થતું નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય ત્રણે અરૂપી 14 રાજલોક પ્રમાણ અને શુધ્ધ જીવાસ્તિકાય સમાન સ્વરૂપ ધર્મવાળા હોવા છતાં એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં પ્રવેશ થઈ શકતો નથી. પુદ્ગલનો સ્વભાવ પૂરણ (પૂરાવાનો) અને ગલન (છૂટા થવાનો) છે. જ્યારે આત્મા જ્ઞાનસાર–૩ // 298