________________ અરૂપી શાશ્વત છે અને સ્વભાવે 'સ્વ'ના આનંદને વેદનારો છે. મોહનો ઉદય આત્મા પાસે માત્ર આત્માનો સંગ છોડાવે અને પુદ્ગલ સાથે જોડાવે. અશુધ્ધ આત્મા પુદ્ગલ દ્રવ્ય સાથે જોડાયેલું છે અને શુધ્ધ આત્મદ્રવ્ય આકાશદ્રવ્ય સાથે રહેલું છે. આકાશદ્રવ્ય સાથે કોઈલેપ નહીં અનેક સિધ્ધાત્માઓ સાથે રહેલાં છે છતાં એકસિધ્ધાત્માથી બીજા સિધ્ધાત્માને લાભ થતો નથી. જીવ 'સ્વ'માં જ રહી 'સ્વ'ના ગુણોના સુખનુંવેદન કરે છે. ૪થે ગુણ સ્થાનકે સમ્યગુદર્શનથી સ્વ પરનો ભેદ સમજાય અને સ્વ પરના ભેદ કરવાની રુચિ આવે ત્યારે તે દેશવિરતિ અથવા સર્વવિરતિને ધારણ કરે છે. આત્માનો બંધ' એ સ્વભાવ નથી, કેમકે તે પુગલનો સ્વભાવ છે. જો આત્મા પોતાના સ્વભાવમાં હોય તો 'કર્મબંધ' ન થાય. શુભ-અશુભ, રતિ–અરતિ એ આત્માનો સ્વભાવ નથી માટે બંધનું છોડવું એટલે જ મોક્ષ. અમૃતમય એવા જ્ઞાનાનંદને આત્મા તાદાભ્ય ભાવે ભોગવે છે. આપણે તો તત્ત્વસંવેદના કરવાની છે તો મોહનો વિચ્છેદ થશે. આંખ ખુલી છે ત્યાં સુધી કર્મના ઉદયથી બધું છે. આંખ મિંચાતા સ્વપ્નની જેમ બધું ચાલ્યું જશે પણ કર્મના ઉદયમાં વસ્તુને પોતાની માની તેની મમતા વધારીને સંસાર વધાર્યો તો જે સંસાર છોડવા કર્મસત્તાએ તક આપી હતી તે જતી કરી તો દુરુપયોગના કારણે તે બધી વસ્તુ ચાલી જશે અને અનેક પરાધીનતા ઉભી થશે. જીવ જો સ્વ આત્મામાં વધારે આનંદિત થાય તો શરીરની વેદનામાં વધુ કર્મનિર્જરા થશે. અરૂપીપણું વધુ નિકટ આવશે. શરીર પર જેટલી મમતા વધુ તેટલું આત્મવીર્ય નહીં ખીલે. મોહ મરશે તો આનંદની અનુભૂતિ થશે. આત્મા અને શરીરને નિરાલા માનીને ચાલો, અનુકૂળતાથી વેગળા થઈશરીરને પ્રતિકૂળતા આપો. આ અભ્યાસ પાડયો હશે તો આત્મામાં એ અભ્યાસ સ્થિર થશે. મયણાએ કોઢિયા પતિનો પ્રેમથી સ્વીકાર કરી લીધો કેમકે કર્મથી મળ્યો હતો પણ એનો આત્મા તો સિદ્ધનો હતો. આત્માને નબળો પકડો તો નબળો થાય સબળો પકડો તો સબળો થાય. આપણો આત્મા તો સિદ્ધનો આત્મા છે. જ્ઞાનસાર-૩ // ર૯૯