________________ કંડરિક મુનિ ૧દિવસમાં અતિ તીવ્ર આસક્તિ રૂપખાવાનાવિભાવમાં ગયા તે વિભાવે તેમને ૭મી નરકે પહોંચાડ્યા. કુરગડુ મુનિ ખાવા છતાં સ્વભાવમાં રહ્યાં તો કેવલજ્ઞાનને વર્યા. નરકમાં ખાવાનો ભાવઃ પુદ્ગલ પરિણમતાં જાય ત્યાં વિશુચિકા (અત્યંત પીડા) ઉત્પન થાય. અશાતા બંધાઈ આથી શાતાના પુદ્ગલો અશાતામાં પલટાઈ જાય માટે દુર્ગતિને ઈચ્છવાની નથી. કેમ કે ત્યાં સમાધિન રહે અને દુર્ગતિનો અનુબંધ ચાલુ રહે. આત્મા જ્યારે પોતાના ગુણોને ભોગવે ત્યારે ગુણોમાં આત્મવીર્ય પરિણમન પામતું જાય - તેથી ગુણો પુષ્ટ થતાં જાય - દોષો હટતાં જાય. પરમાં જાય તો વીર્યાન્તરાય બંધાય. કર્મ પુષ્ટ થાય, દોષો વધે. આથી મોક્ષ માટે ગુપ્તિરૂપ નિવૃત્તિ ઉત્સર્ગ માર્ગની પ્રધાનતા અને અપવાદે–સમિતિ રૂપ માર્ગ છે. આત્માની સાથે રહેલું આત્મ–વીર્યઆત્માના સહજ આનંદ ગુણમાં પરિણમે ત્યારે આત્મા અને આત્મવીર્ય–મોહ અને કર્મોને દૂર કરે. શકિતને જેમ જેમ પ્રવર્તમાન કરે તેમ તેમ તે વૃધ્ધિ પામે. આત્મગુણોની પુષ્ટિ તે આત્માની પુષ્ટિ-આત્મા તગડો બને. તેના સામર્થ્યથી સતત વિશેષ ગુણોની પુષ્ટિ થાય–તેમ આત્મવીર્ય મોહને દૂર કરે તેથી દોષો દૂર થાય- નષ્ટ થાય. સંપૂર્ણ કર્મ નાશ ન થાય તો સાથે ગુણના અનુબંધ રૂપ પ્રશમભાવથી પુન્યાનુંબંધી કર્મબંધ પણ થાય. જ્ઞાનમાં બાધક ભાવ (1) સ્વમતિ અને (2) અહંભાવ તે દૂર કરી લઘુતા પામવા (1) ગુરુ ચરણની સેવા અને (2) સદ્ગુરુ પાસે વિનયપૂર્વક આગમનું શ્રવણ કરી તત્ત્વનું ગ્રહણ, તો તેનાથી મોહ દૂર થશે- તો પોતાના આત્મામાં ગુણની રુચિ થશે અને આત્મગુણોની પુષ્ટિ કરશે. જ્ઞાનસાર-૩ || ર૯૭.