________________ "અધ્યાત્મિક તૃપ્તિનો ઉપાય" अतो गुरुचरणसेवनागम श्रवणतत्त्वग्रहणादिना आध्यात्मिकी तृप्तिः विधेया "इत्युपदेश" "દુર્લભો વિષયઃ ત્યાગ દુર્લભ તત્ત્વ દર્શન દુર્લભા સ્વભાવસ્થા સદ્રો કૃપા વિના." 0 ગુરુ ચરણ સેવા શા માટે કરવાની? ગુરુમુખે તત્ત્વનું શ્રવણ દુર્લભ છે. તત્ત્વના શ્રવણ વિના તત્ત્વ સમજાય નહીં, તો તત્ત્વ ગ્રહણ નહીં થાય અર્થાત્ તત્ત્વનો રુચિપૂર્વક સ્વીકાર ન થાય. ત્યાં સુધી તત્ત્વના અનુભવરૂપ સ્વભાવ અવસ્થાની રમણતા પ્રાપ્ત ન થાય આથી તત્ત્વનું રુચિપૂર્વક સ્વીકાર, અર્થાત્ તત્ત્વાર્થશ્રધ્ધ તેનું ફળ. તત્ત્વનું અનુભવરૂપ સ્વભાવસ્થા અધ્યાત્મિકી તૃપ્તિ. અનાદિકાળથી આત્મા "પરમાં સુખ માની" જેમ રણ પ્રદેશમાં તૃષાતુરને દૂર-દૂર "ઝાંઝવાના નીર"દેખાય અને તે પ્યાસ બુઝાવવા દોડાદોડ કરે તેમમિથ્યાભ્રાંતિથી ભ્રમિત આત્મા આત્માને છોડીને કસ્તુરી મૃગની જેમ જંગલમાં કસ્તુરીની શોધમાં ચારે તરફદોડાદોડ કરે તેમ જીવ ઈન્દ્રિયોને અનુકૂળ મનોહર વિષયોમાં સુખ માની તેમાં મુઢ બની સુખાભાસ અનુભવી, આનંદ–અનુમોદના દ્વારા દીર્ઘ સંસાર સર્જન કરી દુર્ગતિમાં ભટકે. અકામ નિર્જરાદિ વડે મનુષ્ય ભવ પ્રાપ્ત કરી ફરી પરિભ્રમણ વધારે અર્થાત્ વિષય સુખ છોડાવા અત્યંત દુર્લભ છે. તેનું મૂળ જીવની અજ્ઞાનતા છે. તે દૂર કરવા શુધ્ધ જ્ઞાનની જરૂર અને તે શુદ્ધ જ્ઞાન માત્ર સર્વજ્ઞ વગર કોઈ પ્રકાશી ન શકે અને તે સર્વજ્ઞનું જ્ઞાન ગણધરો વડે આગમ રૂપે ગ્રંથિત કરાયું. તેથી તેમની ગેરહાજરીમાં શુદ્ધ જ્ઞાનનો આધાર આગમ છે. આત્મ હિત માટેનો આજ્ઞાયોગ પ્રશમ રતિ પ્રકરણ માંથી પૂ. ઉમાસ્વાતિ મહર્ષિએ ફરમાવ્યું કે જ્ઞાનસાર-૩ || 295