________________ 'સ્વ'માં સ્થિરતા નથી અને પરમાં સાક્ષીભાવ નથી. પણ પરમાં સ્વામી ભાવ કરી પોતે દુઃખી થઈ બીજાને દુઃખી કરે. | "સ્વભાવ-વિભાવે રમતો તું ગુરુ અ૩ તું ચેલો.' - સ્વભાવમાં રમતો હોય ત્યારે તું જ તારો ગુરુ છે અને વિભાવમાં હોય ત્યારે તું ચેલો છે. વિભાવમાંથી સ્વભાવમાં જવાને ગુરુની જરૂર પડશે. નિશ્ચયથી ગુણની પૂર્ણતા આવે ત્યારે જ સંપૂર્ણ ગુરુત્વપણું આવે ત્યાં સુધી વ્યવહારે ગુરુ રાખવાના અને પોતાના સ્વભાવ પ્રમાણે જ્યારે જ્યારે વર્તે ત્યારે પોતે પોતાના ગુરુ અને જ્યારે પ્રમાદમાં હોય ત્યારે પોતે ચેલો જ છે એ લક્ષ હોવું ઘટે. માટે યથાર્થ જ્ઞાનને પામવા માટે સર્વજ્ઞ' વચન જ બરાબર છે, એ નિર્ણય પાકો થવો જોઈએ કે આત્મા મારો છે - પણ શરીર મારૂં નથી. આથી પરમાં રહી પરથી પર બની સાધના કરવાની છે, તો અવશ્ય આત્માની ગરીમા સમજાશે. આત્માની આંશિક અનુભૂતિ પણ થશે એથી બહાર જવાનું ન થાય. સ્વતત્ત્વનો નિર્ણય = સમ્યકત્વની પ્રાપ્તિ = આત્મા અને આત્મતત્ત્વનો સ્વીકાર - આથી જ સાધુએ ર૪ કલાક સ્વાધ્યાયમાં - સ્વ અધ્યાયમાં રત બનવાનું છે. જીવ હોશિયારી ક્યાં દાખવે છે? પર દોષોને જોઈ તેની નિંદા કરવામાં હોંશિયારી દાખવે છે. જીવ જ્યારે અસારમાંથી સારતત્વને ગ્રહણ કરશે, દોષોને નહીં પકડે પણ તેનામાં રહેલાં ગુણને પકડશે તો જ આત્મા ગુણીયલ બનશે, નહીંતર કર્મોથી ભારે બનશે. ગુરુ ગમે તેવા હોય તો પણ શિષ્ય અક્કડ ન રહેતાં નમી પડવું જોઈએ અને રડતાં કહે કે મારી ખામી છે કે હું આપને સમજી શકતો નથી–ગુરુજી ! મને માફ કરો. શું આવી હૃદયની નિર્દોષતાં ગુરુના અંતરને સ્પર્યાવિના રહે ખરી? ગુરુ પોતાની ભૂલ અવશ્ય સમજી જાય. જીવમાં 'વિદ્વતા' આવે ત્યારે અહં નહીં પણ વધુ નમ્ર બને તો જ તે સાચી વિદ્વત્તા છે. જ્ઞાનસાર-૩ || 293