________________ તેથી પૂર્ણતા માટે આ અનુષ્ઠાન કરવાનું છે. "ચૈત્ય વંદના" પૂ. મહો. યશોવિજયજી પણ જ્ઞાનસારના ૧૧માં નિર્લેપ અષ્ટકમાં આ વાતનું સમર્થન કરતા કહે છેઃ "सज्ञानं यदनुष्ठानं न लिप्तं दोषपङकतः / शुद्धबुद्ध स्वभावाय, तस्मै भगवते नमः // (11-8 જ્ઞાનસાર) શુદ્ધ ભાવ પૂર્વકના અનુષ્ઠાનથી આત્મા દોષથી લપાતો નથી."શુદ્ધ ઉપયોગ કયારે ઘટે?" વ્યવહારથી જે કોઈ આત્મા શુદ્ધ જ્ઞાનમય પોતાના પૂર્ણ પરમાત્મ સ્વરૂપ સ્વભાવમાં રમી રહ્યા છે તેવા આત્માને મારા નમસ્કાર છે. નિશ્ચયથી મારી સત્તાગત શુદ્ધ સિધ્ધાવસ્થા અને જ્ઞાનાદિ ગુણથી પૂર્ણ પરમાત્માની અવસ્થાને હું તે રૂપે પૂર્ણ થવા વંદના કરું છું અર્થાત્ તે રૂપે થવા મારું આત્મવીર્ય તેમાં પૂર્ણ પ્રયત્નપૂર્વક પ્રવર્તાવું છું. આત્મવીર્યને ગુણમય બનવા ગુણોમાં પ્રવર્તાવું તે આત્મવીર્યવિપાક છે. જેમ જેમ આત્મવીર્ય ગુણોમાં પ્રવર્તે તેમ મોહને દૂર કરનારું થાય. આથી ગુણો શુદ્ધ થાય. પ્રથમ દોષથી નિવૃત્ત થાય પછી ગુણની શુદ્ધિ-વૃધ્ધિ સતત ચાલ્યા કરે અર્થાત્ અપૂર્વ નિર્જરા અને ગુણ અનુબંધ રૂપ પુણ્ય કર્મ બંધ થાય. સ્વગુણોનું આત્મા તે વખતે શું અનુભવ કરતો હોય ? સ્વભાવના અનુભવમાં શું અનુભવે? પ્રથમ જ્ઞાનનો ઉપયોગ શુદ્ધ પ્રર્વતે. પોતાના સત્તાગત શુદ્ધ અવસ્થાનું પ્રતીતિપૂર્વકનું પોતાને ભાન હોય તથા વર્તમાનમાં જેટલા અંશે કર્મના ઉદયથી અશુધ્ધાવસ્થા હોય તેમજ પોતાની સંપૂર્ણ શુધ્ધ અવસ્થાનું ભાન થવાના પરિણામ જાગ્રત થવાથી તેના માટે અપૂર્વ વીર્ય સ્વગુણોમાં પ્રવર્તમાન હોય તેથી સ્વપૂર્ણતાનું લક્ષ સતત હોય તેથી વર્તમાન પ્રગટ ગુણોમાં અટકી ન જાય. જ્ઞાનસાર–૩ // ર૯૧