________________ સમૂર્છાિમ રૂપને ધારણ કરે. ભવનપતિથી સૌધર્મ સુધીના દેવો રત્નના બગીચામાં મૂચ્છિત થઈ રત્નોમાં તથા પુષ્પ, ફળ, બીજમાં એકેન્દ્રિયપણે ઉત્પન્ન થાય. ધનના ભંડારો ઉપર મમતા મૂર્છા કરી, કોઈએકેન્દ્રિય ભવમાં નાળિયેર, આંકડાદિ વૃક્ષ તરીકે, કોઈ સર્પ તરીકે તિર્યંચ ભવમાં ઉત્પન્ન થાય. કોઈધનાદિ કરી માન પોષીને હાથીના ભાવમાં પણ ઉત્પન્ન થાય. આમ જીવ બાહ્ય સંપત્તિ આદિ વડે અભિમાની બની અનંત ઋધ્ધિને ગુમાવનાર થાય. આમ બાહ્ય સંપત્તિથી મળતી તૃપ્તિ માત્ર મિથ્યાભિમાન દ્વારા સંસાર સર્જન કરી માત્ર દુઃખના કારણભૂત છે પણ આત્મ સુખનું કોઈ કારણ નથી. 1 સાચી શાંત રસના પાનરૂપ અધ્યાત્મિક તૃપ્તિ કોને થાય? જે આત્માઓનું બોધમિથ્યાત્વથી રહિત અને સર્વજ્ઞનાતત્ત્વથી રજિત અને ભ્રાંતિથી શૂન્ય તત્ત્વ દષ્ટિ પ્રધાન જ્ઞાની, સપુરુષો જેમણે સર્વજ્ઞ તત્ત્વ વડે પોતાના આત્માના સહજ સ્વભાવનો નિર્ધાર કરી અને તે સિવાય અન્ય કોઈની રુચિ ન કરવા વડે - માત્ર સ્વાત્મ ગુણ અનુભૂતિની માત્ર રુચિ કરી તે પ્રમાણે આત્મ વીર્યને પ્રર્વતવાનો જેનો અપૂર્વ થનગનાટ છે એવા યોગી મહર્ષિઓને અમૃત તુલ્ય ગુણ તૃપ્તિની પ્રાપ્તિ થાય. a આત્માના ગુણાનુભૂતિ રૂપ અમૃત તુલ્ય તૃપ્તિ કેવી હોય? આત્મવીર્ય વિપાક કૃપા - અમૃત તુલ્ય ગુણ તૃપ્તિના અનુભવ લક્ષવાળો સાધકકોઈપણક્રિયાયોગ–અનુષ્ઠાન વખતે પોતાના આત્મવીર્યને અપૂર્વ ઉત્સાહ પૂર્વક સ્વજ્ઞાનાદિ ગુણોમાં પ્રર્વતાવા પ્રણિધાનથી કટિબધ્ધ બને. સર્વજ્ઞ–પ્રણિત સર્વ અનુષ્ઠાન - આત્માનુભૂતિરૂપ સાધક છે. તેથી દરેક અનુષ્ઠાન પ્રણિધાન પૂર્વકના બતાવ્યા છે. a "ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ ચૈત્યવંદન કરું?" અહીં જે સાધક નિશ્ચયથી વંદન આવશ્યકમાં પૂર્ણતા નથી પામ્યા માટે તે આવ્યવહાર અનુષ્ઠાન કરી રહ્યો છે જેનો પ્રથમ ઉપયોગ હોવો જોઈએ. જ્ઞાનસાર-૩ || 290