________________ મોહના ઉદયથી જીવને અનાદિકાળથી પરતરફની દોડ અને પરમાં જ સુખનો ભ્રમ થાય છે, જે વેદના રૂપ છે. તૃષ્ણાને કારણે આ દોડ ઊભી થાય છે અને તે સંસાર દોડમાં નિમિત્ત બની ભવ–વનમાં ભાડે. આત્મામાંથી મળતું શાશ્વત અને સ્વાધીન એવું 'સ્વનું સુખ એ જ વાસ્તવિક સુખ ભવભ્રમણને અટકાવનાર બને છે. જ્ઞાનાદિ ગુણની અનંત સંપત્તિને આત્મા જ પોતાની શક્તિ દ્વારા ભોગવી શકે છે. મિથ્યાત્વ જતાં સમ્યકત્વ દ્વારા તે 'સ્વ' સન્મુખ બનતાં તે સ્વભાવ સુખનો સમતાનો આંશિક અનુભવ કરે ત્યારે તેને પોતાના ગુણોને આવિર્ભાવ કરવાનું મન થાય. વર્તમાનમાં ગુણો બીડાયેલાં છે, તેને પ્રગટ કરવાનું મન થાય અને દોષોને હટાવવાનું મન થાય. ઘાતકર્મનો બંધ આત્માના ગુણોને દબાવે તેનો ઉદય દોષોને પ્રગટ કરે. જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય ત્યાં સુધી અજ્ઞાનતા રહે છે. આત્મા પોતાના સ્વભાવમાં રહેતો પણ જ્ઞાનાવરણીયનો બંધ ચાલુ રહે છે. મોહનાં ઉદયમાં આઠ કર્મો બંધાય. તેમ ન થાય તે માટે શક્તિ હોય તો સર્વવચનને આદરી પરિણત બનાવી 'ગીતાર્થ બનો, નહીં તો ગીતાર્થના શરણે રહો. ગુણમય બનવા માટે ગુણોને મેળવવાનો ભાવ જોઈએ અને પછી તે ગુણમય બની જવું જોઈએ. વૃક્ષને પૂર્ણ બનાવવામાં બીજ એ કારણભૂત છે, એમ મોક્ષરૂપ ઘેઘૂર વડલો બનવામાં સમ્યગુદર્શન એ બીજ છે. તે પ્રમાણે આત્મામાં અનુભવવું એ વિરતી છે. જેટલા અંશે રાગ-દ્વેષ છોડે તેટલા અંશે વિતરાગતાના આનંદને અનુભવે. વિરતી એ 'અંકુર' છે, વિરતીમાં રહી વિતરાગતાની સાધના કરવી એ પાંદડા છે. ગુણમાં તન્મય બની જવું એ ફૂલ' સ્વરૂપ છે. શ્રેણિ માંડી વીતરાગતાને પામવું એ ફળ સ્વરૂપ છે. આપણે સમ્યકત્વ રૂપ બીજ પોતાના સ્વભાવના અનુભવથી ઉત્પન્ન થ છે જે તૃપ્તિ તે આત્માના સહજ વીર્ય પુષ્ટ કરનાર અર્થાત્ વર્યાન્તર કર્મનો ક્ષયોપશમ થવા વડે અપૂર્વ વીર્ય પ્રગટ થાય તેથી ક્રિયા અનુષ્ઠાનમાં ઉલ્લાસ ઉત્સાહ વૃધ્ધિ પામે શ્રમ થાક, કંટાળો, નિરસતા દૂર થાય અને ગુણ વૃધ્ધિ અનુબંધ ગુણ સાધનાનો વિકાસ થાય. આથી ગુણાનુભવ અધ્યાત્મિક તૃપ્તિના પાન માટે થાય. ટીકાકાર પૂ.દેવચંદ્રવિજયજી મ. ઉપાય બતાવતા ફરમાવે છે. જ્ઞાનસાર-૩ || ર૯૪