________________ "ગુર્વાવતા યસ્માચ્છારત્રા રશ્માભવત્તિ સર્વેડપિ; તસ્માદ્ ગુરાધન - પરેશ હિત કાડિ–ણા ભાવ્ય / 69o. સર્વજ્ઞ પ્રણિત જ્ઞાન આગમમાં અને આગમ સગુરુ (ગીતાથી ને આધિન છે તેથી જીવે આત્મહિત (આત્માનુભવ) કરવો હોય તેણે ગુરુને સમર્પિત થઈ ગુરુના ચરણોમાં વિનીત બની સેવા કરવી જોઈએ. ગુરુની સેવા મદ-માયા છોડીને નિઃસ્વાર્થ ભાવે એવી ઉપાસના કરે કે જેથી ગુરુનું ચિત્ત પ્રસન્ન થાય. ગુરુને શિષ્ય "આત્મજ્ઞાન ગ્રહણને પાત્ર છે." એવું તેમને લાગી જાય એટલે ગુરુશિષ્યમાં આત્મહિતને કરનારું આત્મતત્ત્વ આગમના માધ્યમે પ્રકાશિત કરે. જે શિષ્યની યોગ્યતાના કારણે શિષ્ય - આત્મજ્ઞાનથી મિથ્યા ભ્રાંતિ હટી જવાથી વિષયોથી સંપૂર્ણ પરાગમુખ બની આત્મ સ્વભાવમાં મગ્ન બને. વિરતિ દ્વારા વીતરાગતા ફળ સુધી પહોંચવાનું છે. "શાન કળશ ભરી આત્મા, સમતા રસ ભરપૂર, શ્રી જિનને નવરાવતા હોય કર્મ ચકચૂર.' આત્મામાં સર્વજ્ઞના જ્ઞાનનો કળશ ભરવાનો છે અને તેના દ્વારા સમતા રસની પ્રાપ્તિ કરી આત્માને વધુ નિર્મળ બનાવવાનો છે. સમક્તિ એ મોક્ષની પ્રભા છે. વિરતિ એ સૂર્યોદય અને વીતરાગતાએ મધ્યાહન કાળરૂપ સૂર્ય પ્રકાશની પરાકાષ્ટા છે. સ્વાદવાળી વસ્તુ ભોગવવાનો ભાવ એટલેમિથ્યાત્વ. સ્વાદવાળી વસ્તુ ખાતાં તેમાં સુખાભાસ જે રાગ-દ્વેષનો અનુભવ થવો એ ચારિત્રમોહનીયના ઉદયરૂપ.સમકિતીને ચારિત્ર મોહનીયનો ઉદય હોય પણ વસ્તુને હેયસ્વરૂપે માને તેમાં ઉપાદેય બુધ્ધિ ન ભળે અને ભોગમાં પશ્ચાતાપ હોય તો લાભ થાય. આત્મા પોતાના ગુણને અનુભવે ત્યારે તૃપ્તિનો અનુભવ થાય. કારણ તૃષ્ણા ન હતી. પ્રવૃત્તિ છે પણ વૃત્તિ નથી. વૃત્તિ આત્મામાં છે. આત્મા ગુણોને ભોગવે ત્યારે કર્મની નિર્જરા થાય. જ્ઞાનસાર-૩ || 296