________________ પુદ્ગલ સુખરૂપે લાગે તેમાં રતિનો પરિણામ ભળ્યો. વાપરતી વખતે આવતા સ્વાદને રોકી શકવાના નથી પણ ત્યારે જ્ઞાનના વિચારમાં, સૂત્ર અને અર્થના ચિંતવનમાં ડૂબી જઈને તે વિષયને ટાળો અને જ્ઞાનના રસાસ્વાદને માણો. સર્વજ્ઞ વચનનું સ્મરણ કરો. પુદ્ગલના સ્વાદનો આત્મા જ્ઞાતા છે પણ ભોક્તા નથી. પુદ્ગલનો સ્વાદ સુખરૂપે નહીં પણ દુઃખરૂપે છે તો ત્યાંમોહની તીવ્રતા બંધ થઈ જશે. 2. તત્ત્વનું સ્મરણ અને વાગોળવું એ જિનગુણ ગાવારૂપ. પુગલનાંગમા રૂપે આનંદ થયો ત્યારે સર્વજ્ઞવચન યાદકરો પુગલ જડ છે આથી તે હેય છે ખાવા જેવું નથી પણ વર્તમાનમાં વાપરવું પડે છે, તો રાગ-દ્વેષ રહિત થઈ વાપરવું. જિનના તત્ત્વનું સદાયે સ્મરણ કરવું–તત્ત્વનું વાગોળવું એટલે તત્ત્વમય બન્યા કહેવાઈએ. 'વાગોળવું - એ જિનના ગુણ ગાવા બરોબર છે. તત્ત્વમય બન્યા એટલે રાગ–ષથી મુક્ત થયા તેટલે અંશે તેજિન-વિતરાગ બન્યો. શરીર પરનો રાગ-ખાવા પરનો રાગ છોડશે એટલા અંશે આત્માજિન બનશે– રાગ-દ્વેષથી મુક્તિ તેનાથી આત્માને સમતા સમાધિ મળશે. ' મિચ્છ–પરિહરહધરહ સમ્મત્ત એ સત્યનો તું સ્વીકાર કરી લે. જિનનું વચન છે માટે, આહારમાં સુખની બુધ્ધિ થવી તે મોહનો ઉદય, પણ જો આત્મા જ્ઞાનાદિ ગુણોના સ્વાદને અનુભવશે તો તૃપ્તિ આવશે પણ જો પુદ્ગલના સ્વાદને અનુભવશે તો તૃષ્ણા વધશે. સંસારમાં મળેલી તૃપ્તિ એ તો સ્વપ્નવત્ છે. ઘણું બધું મળ્યું એવું લાગે તે આત્માની ભ્રાંતિ.જે પૂર્વે કર્મો બાંધ્યા છે માટે કર્મ તેમ તે પ્રમાણે કરાવે છે. સંસાર - દ્રવ્યથી - ચતુર્વિધ ગતિ રૂપ સંસાર–આત્મા તેમાં સ્થિરતા ન રાખી શકે જીવ એકગતિમાં સ્થિર નથી રહી શકતો માટે કર્મ અનુસાર ભ્રમણ કર્યા કરે છે. ચારે ગતિ કર્મના વિપાકવાળી છે. કર્મના ઉદયથી પ્રાપ્ત થનારી છે અર્થાત્ સંસરણ કરાવનાર - પરિભ્રમણ સ્વરૂપ છે. જ્ઞાનસાર-૩ || 311