________________ બાહ્ય ધનાદિ સંપત્તિથી પ્રાપ્ત તૃપ્તિ ઉપાધિ જન્ય શા માટે? પૂ. ટીકાકાર મહર્ષિ પૂ.દેવચંદ્ર વિજયજી મ.બાહ્ય ધનાદિ સંપત્તિથી પ્રાપ્તતૃપ્તિ ઉપાધિજન્યના કારણો બતાવતા કહે છે - कल्पनारूपत्वाद्, गत्वरत्वाद् औदयिकत्वात परत्वात्, स्वस्तारोधकाष्ट कर्मबन्ध निदान राग देषोत्यादकत्वात दुःखमेव न तथा सुख हेतु : / કલ્પનારૂપ, જવાના સ્વભાવ રૂપ, ઔદયિક રૂપ, પર રૂપ અને સત્તાગત આત્માના ગુણરૂપ પર અષ્ટ કર્મના બંધના કારણ વડે આવરણ રૂ૫ રાગદ્વેષને ઉત્પન્ન કરનાર દુઃખરૂપ તૃપ્તિ છે પણ સુખનો હેતુ નથી. (1) કલ્પના રૂ૫ - જીવ જ્યારે જ્યાં જન્મ પામે છે ત્યારે તેની સાથે કે પાસે - કર્મ સિવાય કોઈ સંપત્તિ હોતી નથી, કાર્મણ–તૈજસ શરીર સિવાય કોઈ વસ્તુ તે લઈને જતો નથી. ઔદારિક શરીર કે વૈક્રિય શરીર પણ નવું ગ્રહણ કરે છે. તે સિવાયનું બધા ધનાદિ તે ગ્રહણ કરે છે, મેળવે છે અને હવે તે બધી વસ્તુને પોતાની તરીકે માન્યતા (કલ્પના) નો આરોપ તેમાં કરી માલિકપણું અને મમતાપણું કરી મિથ્યાભિમાન–મિથ્યાત્વ અને અભિમાન અને લોભ કષાય અને બીજા પ્રત્યે તુચ્છ–તિરસ્કાર દ્વેષ કરીને ક્રોધ કષાયને પુષ્ટ કરી કર્મ ભાર વધારીને જાય છે. (2) જવાના સ્વભાવવાળી–પુણ્યોદય અર્થાત્ કર્મના ઉદય પૂર્ણ થતાં તે પ્રાપ્ત બધી વસ્તુ– જવાના સ્વભાવવાળી છે. આયુષ્ય પૂર્ણ થતા - પ્રથમ પ્રાપ્ત શરીર રૂપાદિ છોડી દેવું પડે. માતા-પિતા-પત્ની આદિ સર્વ સંયોગો પણ જેના જેના આયુષ્ય પૂર્ણ –એટલે છોડીને ચાલ્યા જાય અથવા તેવા તેવા કર્મમાં ઉદયે–વિરહ થાય. પરદેશાદિ અનેકનિમિત્તો આવી પડે અને છુટા થઈ જાય. ધનાદિ સંપત્તિ પણ પુણ્ય પૂર્ણ થતાં ગમે તે નિમિત્તે ચાલી જાય. ભુકંપ, આગ, અકસ્માત, નદી પૂરાદિનિમિત્તે નાશ પામે. રાતોરાત રાજાઓને પહેરેલ કપડે જંગલમાં ભાગવું પડે.જેની ઉત્પત્તિ તેનો વિનાશ સંયોગ–તેનો વિનાશ, જ્ઞાનસાર–૩ // 288