________________ અજીવ તત્વને જાણીને અજીવમય બનેલા આત્માને જીવમય બનાવવાનો છે. હું અજીવ નથી પણ જીવ એનિર્ણય થવો જોઈએ. અજીવના સંયોગના કારણે જીવ પોતે અધિકરણ રૂપ બની જાય છે. (જો તમે જીવ છો તેવું નહીં માનો તો) દા.ત. ચોરની ભેગો શાહુકાર રહેતો હોય તો તેની ગણતરી 'ચોર'માં જ ગણાય. તે જ રીતે અજીવના સંયોગમાં જીવ જ્યાં સુધી રહે ત્યાં સુધી જીવ પોતે અધિકરણ બનશે. હું જીવ છું તે ભાન લાવી પ્રથમ જીવતા થાવ - મિથ્યાત્વ જાય તો અમર બનાય. જીવને જીવનું ભાન નથી, હું એટલે શરીર - આ ભાવ તે જ પ્રમાદ છે. શરીરની મમતાના જ કારણે "આત્માનું સત્ત્વ' જે છે તે દબાય જાય છે. તેથી આત્મા પરિષહ-ઉપસર્ગને જરા પણ સહન કરી શકતો નથી. પ્રભુએ કહ્યું છે - રર પરિષહ સહન કરવા યોગ્ય છે છતાં સહન કરવા તૈયાર નથી અને પ્રભુએ અનુકૂળતા છોડવા યોગ્ય કહી છે છતાં તે મેળવવા બધા પ્રયત્નો કરવામાં અચકાતો નથી. a આત્મા સ્વ-રક્ષાનો સ્વાર્થી છે. જે જ્ઞાનની અંદર પોતાના આત્માનું ભાન થાય અને જે સંયોગ (શરીરાદિ) સાથે રહેલો છું તે પર સંયોગથી સાવધાન થાય તો તે આત્મા પરમાં થતી તૃપ્તિ (તૃષ્ણારૂપ) અભિમાનના ઘરની છે. મોહના ઉદયથી મળતી તૃપ્તિ અભિમાનના ઘરની છે. જે આત્મા માટે ભ્રાંતિ–શૂન્ય છે.અજ્ઞાન આત્માતૃષ્ણાથી ગ્રસિત (ઘેરાયેલો) છે.અનંતાનુબંધી જેવા કષાયવાળાને+મિથ્યાત્વ ઉદયવાળાને સતત પર વસ્તુને જ મેળવવાની તીવ્ર ઝખના-આસક્તિ હોય છે. તેથી જ તે મરીને દુર્ગતિમાં જાય છે. હેય વસ્તુ એને મિથ્યાત્વના ઉદયથી મેળવવા જેવી લાગે છે. સમ્યગુ દષ્ટિ જીવને આત્મા સિવાયનું બીજું કાંઈ પણ મેળવવા જેવું લાગતું નથી. જ્ઞાનસાર-૩ || 286