________________ મારા છે. બાકી બધું આ જગતમાં સ્વપ્નવત્ છે. જગતથી છુટવા જગત સાથે ઔચિત્ય પૂર્વક જરૂર પૂરતો જ વ્યવહાર કરવાનો. | સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે સર્વ જીવો પ્રત્યે 'સમદષ્ટિ' થવી જોઈએ. કારણ દરેક આત્મા સત્તાએ સિદ્ધ છે. તે દષ્ટિ પકડો તો જબધાને સર્વસમાન માનશો. ત્યારે જ મોહનો-પરિણામ નાશ પામશે અને 'વીતરાગ' થઈ શકશે. તેથી સમ્યગ્દર્શન નિર્મળ ન થાય ત્યાં સુધી સર્વ-વિરતીના પરિણામ નહીં આવે. આત્માનો 'રુચિ પરિણામ મ્યગદર્શન ગુણ રૂપે છે. હવે જ્યાં જ્યાં આત્માનોરુચિ પરિણામ ફરી જશે. દા.ત. દીકરો મારો-તોરુચિ-આત્મવીર્ય તે તરફ જશે. જો તમે સમજો કે સર્વ આત્મા સિદ્ધ સ્વરૂપી છે તો આત્માનો રુચિ પરિણામ–આત્મ વીર્યતે તરફ જશે. શરીરને કષ્ટ આવે ત્યારે પર માનીને છૂટવું હોય તો તે માટે સતત અભ્યાસ કરવો પડે તે માટે પંચાચારના વ્યવહારો કરવા જ પડે. પંચાચારના વ્યવહારની કિંમત થવી જોઈએ અને તે માટે આચરણ તે મુજબ કરવું જોઈએ. વર્તમાનમાં પંચાચારના વ્યવહારની સાચી સમજ પડી નથી તેથી પંચાચારના વ્યવહાર વડે સંસાર–વિસર્જનને બદલે સંસારનું સર્જન થાય છે. આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી મોક્ષની પ્રક્રિયા તરફ જવું શકય નથી. આરાધના છે તેથી કરી લો છો. જે જિનાજ્ઞા મુજબ સમજણપૂર્વક કરવી તે સમર્થ - વ્યવહાર કહેવાય જે બીજા માટે પણ ઉપાદાનનું કારણ બનવું જોઈએ. તે રીતે કરતા નથી ફકત કરવા ખાતર આરાધના કરી લઈએ છીએ તે ખોટું છે. | "તું તત્વનો પરિચય કર" સમકિતના 7 બોલમાં આ વાત પ્રથમ મુકી છે. આ વ્યવહાર સૌ પ્રથમ કરવાનો છે, પછી બધા જ વ્યવહાર બરાબર ચાલશે. આપણે તત્ત્વને જાણવા બરાબર બેસીએ છીએ. પરંતુ જાણીને સ્વ–આત્મા માટે નિર્ણય કરવાનો છે, તે 'સ્વ-નિર્ણય' અલ્પ જીવો જ કરે છે પછી તેને ગુરુની સાચી જરૂર પડશે. જ્ઞાનસાર-૩ || 285