________________ સમકિતીને શરીર = પુદ્ગલનું અને આત્માનું ભેદજ્ઞાન થાય છે. આથી કર્મબંધ પણ અલ્પ જ થાય છે. સર્વશની વાતનો સ્વીકાર અંતરથી કરીએ તો મિથ્યાત્વ જાય, પુદ્ગલ પ્રત્યે (શરીર) આદરભાવ જાય. માત્ર ગ્રહણ પરિણામ યોગ–નિમિત્તક છે. તેમાં જે અભિલાષ–સુખ બુધ્ધિ–આનંદતે મોહનીય કર્મ.દર્શનીય–મોહનીય–જેમાં સુખ નહોય તેમાં સુખ મનાવે. ચારિત્ર–મોહનીય જેમાં સુખ નથી તેમાં સુખાભાસ કરાવે તેથી તે ઊંધી પ્રવૃત્તિથી અટકવાનું છે, તે અટકાવનાર કોણ? અટકવાનો ભાવ સમ્યગદર્શન થી પ્રગટ થાય અને ચારિત્રનો પરિણામ પ્રગટે ત્યારે તે અટકી જાય. આત્માનો સ્વભાવ જ્ઞાતા-દષ્ટા પછી તેમાં ગ્રહણ આદિનો અભિલાષા તે મોહનીયનો ઉદય, ને મોહનીયને દૂર કરવા દ્રવ્ય-ગુણ–પર્યાયથી દરેક વસ્તુનું ચિંતન કરવું પડે તો મોહનીય દૂર થાય. 'મારા સ્વરૂપનો હું જ્ઞાતા છું તેમાં રહેલાં ગુણોનો હું ભોકતા છું. જ્યારે પુદ્ગલો ગુણોના જ્ઞાતા કે ભોકતા નથી. કેમ કે તે 'વિનશ્વર છે. પુદ્ગલ રૂપી, હું અરૂપી માટે અરૂપી એવો મારા આત્મા રૂપી એવા પુગલોને ભોગવી ન શકે તેમ શ્રદ્ધેય તો બની જવું જ જોઈએ. જેમ દવા વાપરીએ છીએ તેમ આહાર પણ ઔષધ રૂપે વાપરવાનો છે. આહારમાં થતા ગમા-અણગમાના ભાવને રોકી શકાય છે. જ્ઞાનમાં ચિત્ત ભળી જાય તો આહારાદિમાંચિત ન રહે–ચિંતનાદિમાં ડૂબી જવાય. પુદ્ગલનો સ્વાદ એ આત્મા માટે સુખરૂપ નથી પણ દુઃખરૂપ જ છે, એમ સમજાય તો જીવે બે વાત સ્મરણમાં રાખવાની છે. (1) હું સત્તાએ જિન છું (કેવલી) (2) મારે જિન થવાનું છે. જ્ઞાનસાર-૩ // 281