________________ માણી શકાય. પરમાત્માની બધી આજ્ઞા આત્મા સાથે રહેવા માટે છે. મોહની બધી આજ્ઞા શરીર-પુદગલ સાથે રહેવાની છે. આત્માને પુદ્ગલની સાથે રહેવાનું મન થાય એટલે નામ કર્મ બંધાય - શરીર એ નામકર્મની પ્રકૃતિ છે. માટે પર્યાપ્તિ' નામકર્મ ઉદયમાં આવે. શરીરયોગ્ય પુગલોનું ગ્રહણ પર્યાપ્તિનામકર્મ દ્વારા થાય. તે વખતે તેને કોઈ બોધ નથી. મારે આહાર કરવાનો છે પણ કર્મો બાંધ્યા એટલે તે ભોગવવાના થાય છે. જીવ ઉપવાસ કરે, માસક્ષમણ કરે –બધું કરે પણ આત્માનું આત્મા સાથે રહેવું બહુ દુર્લભ છે. મુનિપણામાં જ આ શકય છે. પરમાત્માની બધી આજ્ઞા જીવને પોતાના આત્મા સાથે રહેવા માટે છે. પુદ્ગલોને ગ્રહણ કરવાનો ભાવતે મોહનીયનો ઉદય-તેમાં સુખનો આભાસ તે પણ મોહનીયનો ઉદય. પુદ્ગલો આત્મા માટે ભોગ્ય નથી, છતાં તેને ભોગવું છું. તમારા સ્વભાવની વિરુદ્ધ છે તેથી તેના વિષે વિરકત થવાનો ભાવ-પ્રયત્ન કર. પુલને ગ્રહણ કરવાનો અભિલાષન થવો જોઈએ. અભિલાષ થવો તે મોહનો ઉદય છે. પુલને ગ્રહણ કરવાનો અભિલાષ મોહની કર્મના ઉદયથી થાય છે. પ્ર. ૧૩મે ગુણસ્થાનકે કેવલીને આહાર ગ્રહણ કરવા છતાં સામ્પરાયિક કર્મબંધ કેમ નહીં? ઉ. કેમકે તે આત્માને આત્મા સિવાય ક્યાંય રહેવાનો પરિણામ નથી. કેવલી ભગવંતોને આહાર–સંજ્ઞા ન હોય. શરીર પુદ્ગલ છે તેને ટકાવવા પુદ્ગલની જરૂર પડે માટે તેને ગ્રહણ કરે પણ તેમાં મોહ ભળતો નથી માટે કેવલીને આહાર કરવા છતાં સામ્પરાયિક કર્મબંધ થતો નથી. માટે જ મોહના ઉદયથી સાવધાન રહેવાની જરૂર છે. પુદ્ગલથી છૂટા થવાનું મન ન થાય તો અકામ-નિર્જરા જ થાય. જ્ઞાન સાર-૩ || 280