________________ જેવો જીવ વિષયમાં લીન બને છે તેવો જ જીવ જો આત્મામાં લીન બની જાય તો કર્મોના થોકને નિર્ભર છે - નવા કર્મો બંધાતા નથી. આવો જીવ જલ્દીથી શિવ-પટરાણીને વરે છે. સનત્કુમાર ચક્રવર્તીને કાયાનો ગર્વ થયો. આથી એક સાથે 10 મહારોગો ઉત્પન્ન થયા. રાગ-દ્વેષ સહિત ખોરાક વાપરીએ તો તેનો વિકાર થયાવિના રહે નહીં. માટે જ કહ્યું છે કે"આહાર તેવો ઓડકાર". સારા-ખોટાનું જ્ઞાન થાય પણ તેમાં રાગ-દ્વેષ ન થવા જોઈએ. સનત્કુમાર ચક્રવર્તીને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હતો. તેથી સોળ મહારોગોની સામું જોતા નથી. જ્ઞાતા-દષ્ટ ભાવ શરીર પ્રત્યે કેળવે છે. "ભાસ્યો દેહાધ્યાસથી, દેહ–આત્મા સમાન, પણ તે બને ભિન્ન છે, પ્રગટ લક્ષણ પામ." (શ્રીમ) તેઓ વિચારે છે મારો કષાયનો રોગ જશે તો આ રોગો જવાના જ છે. તેમને ભાવરોગ દૂર કરવાની ઈચ્છા થઈ આથી દેહાસકિત છૂટી ગઈ. માટે જ કહ્યું છે કે "આત્મજ્ઞાની શ્રમણ કહાવે - બીજા તો દ્રવ્યલિંગી". આત્માની અરૂપી અવસ્થાને પકડશો તો દેહ પ્રત્યેની મમતા તૂટી જશે, રૂપ અવસ્થાને પકડશો તો મોહથી દુઃખી થશો. અનુકૂળતા-પ્રતિકૂળતામાં વિકલ્પ ઉભો નહીં થાય અને જો ચિત્ત 'સ્વ' માં સ્થિર બન્યું તો તે શાંતરસને માણે છે. સ્થૂલિભદ્ર મહાત્મા ષડૂસ ભોજન વાપરતાં પણ તેમાં લીન નહોતાં. તેઓ પુદ્ગલને પુદ્ગલ માનીને તેમાં રાગ નહોતાં કરતાં તેથી તેમણે ભોજન પણ પચી જતાં હતાં. ષડૂસને આરોગતાં–તેમાં કષાય રસ ભેળવવાનો નથી પણ તે કષાય રસથી દૂર રહી - નિરાગ ભાવે વાપરી લેવાનું છે. તો જ શાંત રસનો સ્વાદ જ્ઞાનસાર–૩ || 279