________________ પણ જીવ શું કરે છે? એક સંજોગ છોડી બીજા સંજોગોને પકડે છે. આપણે સંયમ લઈને સદા આત્મા સાથે રહેવાનું હતું. શુદ્ધાત્મદ્રવ્યમેવાડ શુક્રશાને મુખમમા હું સત્તાએ શુધ્ધાત્મ દ્રવ્ય છું અને જ્ઞાન મારો ગુણ છે તે જ્ઞાન ગુણની પૂર્ણતા માટે મારે સતત સ્વાધ્યાય અને સંયમ વડે આત્માની અનુભૂતિ વડે આત્મામાં મારે તૃપ્ત થવાનું છે તેને બદલે માત્ર બાહ્મક્રિયા–તપમાં ધર્મમાંની લોકોના માન સન્માન ઈષ્ટ ગોચરી આદિમાં આસક્ત બની તૃપ્તિને બદલે તૃષ્ણા વધારી. તે આપણે કેવા છીએ? વ્યવહારથી સાધુ નિશ્ચયથી સંસારી કહેવાય.આવિષય-તૃષ્ણામાંથી બહાર નીકળશું તો જ આત્માની સાધના થશે. આત્માની જે તૃપ્તિ છે તે અતીન્દ્રિય છે અને શાંત રસમાં મગ્ન કરાવનારી છે. પરસના ભોજન દ્વારા જે તૃપ્તિ પામે છે-તે વેદના આપનારી અને ચિત્તને વ્યાકુળ બનાવનારી છે. જ્યારે શાંતરસથી થતી તૃપ્તિ આત્માને પૂર્ણ સંતોષ આપનારી છે. તે માટે આત્માને આત્માનું સ્વરૂપ-જ્ઞાન જરૂરી છે. તેનું સ્મરણ કરવાથી જ મોહનો વિગમ થશે. જાણવું- એ ક્ષયોપશમથી જણાઈ જાય પણ માણવું એ જુદી વસ્તુ છે. આત્મામાં તદાકાર બની શરીરાદિ બધાને ભૂલીએ ત્યારે આત્માને માણ્યો કહેવાય. રૂપ રહિત એવા આત્માનું સ્મરણ–"હું અરૂપી છું." તો તે આત્માને કયારેય રૂપમાં મગ્ન બનવા નહીં દે. તે માટે જ કાઉસગ્ગ–ધ્યાન છે."હું શરીરથી નિરાલો છું, શાશ્વત છું. આનંદમય છું, અરૂપી છું." તેનું જ ધ્યાન તે આત્માનું ધ્યાન થયું કહેવાય. જ્યારે આત્માને પોતાના ગુણોને ભોગવવાનું મન થાય અને તેનું વેદન કરે ત્યારે તે શાંત–રસનો અમૃત સ્વાદ માણી શકે છે."વસ્તુ–વસ્તુવિચારત, દયાવતે મન પામે વિશ્રામ. રસાસ્વાદસુખ ઉપજે, અનુભવતા નામ." પુદ્ગલ વસ્તુ અને આત્મ વસ્તુ વિચારતાં પુદ્ગલની નશ્વરતા, પરિવર્તનતા અને અસારતા સમજાઈ જતાં, જે પુગલમાં મનદોડતું હતું તેનાથી જ્ઞાનસાર-૩ || 277