________________ સર્વજ્ઞના મુખકમલમાંથી નીકળેલાં જિનવાણીના ઝરણાં - જે ઝીલે તેને સર્વજ્ઞ જ બનાવે, યોગ્યને જિનવાણી તારે. માટે જ પ્રભુ ગૌતમને વારંવાર કહેતા હતાં - સમયે યમ મા પમાયા ! ક્ષાયોપથમિક સમ્યગ્દર્શન હોય ત્યારે મિથ્યાત્વનો પ્રદેશોદય હોય લાગે. જેમ કે તાવ હોય પણ થર્મોમીટરમાં ન પકડાય જો સાવધ ન રહીએ તો ૪-પડિગ્રી તાવ થઈ જાય. આથી પરમાત્માએ જે કહ્યું છે તે સત્ય જ છે એવી નિર્વિકલ્પ શ્રદ્ધા દ્વારા વિશેષ તત્ત્વને જાણી તેની પ્રતિતિ કરવા વડે શ્રધ્ધા દૂઢ થવી જોઈએ. પ્ર. જીવે શું પામવાનું છે? ઉ. આત્મામાં રહેલા સત્તાગત ગુણ સંપત્તિને પામવાનો પુરૂષાર્થ કરવાનો છે પણ "આત્મા" પોતાને ભૂલી પર એવા પુદ્ગલની સંપત્તિને પ્રાપ્ત કરવામાં અસ્થિર બની ભમતો રહે છે. આથી તૃપ્તિને બદલે તૃષ્ણાની જ વૃધ્ધિ મળી, પાછી તેમાં સુખની બુદ્ધિ ઉત્પન્ન થઈ. તેથી તેમાં આસકત બની સંસાર-સાગરને તરવાને બદલે ભવસાગરમાં વધુને વધુ ડૂબતો જ રહ્યો છે. તેને ઈષ્ટવસ્તુમાં અનિષ્ટની બુદ્ધિ આવી, તેમાં કષાયવૃત્તિ તીવ્ર બની. કંડરીક મુનિ–૧૦૦૦ વર્ષનું સુંદર સંયમ જીવન પાડીને પણ 1 દિવસમાં તીવ્ર આસકિત પૂર્વક ખાવામાં મગ્ન બની મરીને ૭મી નરકે ગયો. આસકિત આત્માની શકિતને હણી લે છે, વિવેકબુદ્ધિને નષ્ટ કરે છે, દુર્ગતિનું ભાજન બનાવે છે. આપણે આત્મા અને તેના ગુણો પ્રત્યે ઈષ્ટ બુદ્ધિ કેળવવાની હતી. આત્માએ જે વ્રતો લીધા - પછી સર્વવિરતિ ગ્રહણ કરી - સર્વ સાવધ સંયોગોથી વિરામ પામી અપ્રમતપણે આરાધના કરવાની હતી તે ન કરી તેથી તો જ્ઞાનીઓ કહે છે, અનંતા ઓઘા લીધા છતાં આત્માનું પરિભ્રમણ અટક્યું નથી તો નિશ્ચય થાય કે જીવે હજી સુધી શુધ્ધ ચારિત્રનું પાલન કર્યું નથી અર્થાત્ જ્ઞાનસાર-૩ // 275