________________ બને) મને હજી તૃપ્તિ થઈનથી. મનુષ્ય ભવદુર્લભ મળ્યો, બધા દેશોમાં ભારત દેશ મહાન. જુદા જુદા ગામ, નગરની જુદી જુદી રીત, જુદી જુદી વેરાયટી, તેનો સ્વાદ માણવા આઠ દાયકા ઓછા પડયા. હજી તો કેટલા ગામ નગરના સ્વાદો રહી ગયા હશે? કદાચ દીર્ધાયુષ્ય પૂર્વકના 7 ભવ મનુષ્યના મળે તો પણ તે ઓછા પડે. આમ અંત ઘડી ષટ્રસ સ્વાદને માણવાના અધ્યવસાયમાં જ જીવન પૂર્ણ થયું. a ષટુરસના ભોજનમાં તૃપ્તિ શા માટે ન થાય? પર્સનો (સ્વાદ) અનુભવ માટે ઈન્દ્રિયની જરૂર પડે. ષટ્રસપુદ્ગલ એ રૂપી છે અને તેનું જ્ઞાન કરનાર ઈન્દ્રિય પણ રૂપી છે. તેથી રૂપી-રૂપીને ગ્રહણ પરિણમન કરી શકે. તેથી પુદગલ-પુદગલ દ્રવ્યને ગ્રહણ કરી શકે, પુદગલ-પુદગલમાં સંયોગ સ્વરૂપે થઈ શકે પણ આત્મ દ્રવ્ય અરૂપી છે તેથી રૂપીને ગ્રહણ પરિણમન ન કરી શકે. તેથી અરૂપી આત્મા માટે રૂપી પુદ્ગલ પરમાણુઓનો સમુહ આત્મા માટે અભોગ્ય છે. ટીકાકાર મહર્ષિ ફરમાવે છે આત્માસ્વરૂપાનુભવી પુદ્ગલગુણોનો જ્ઞાતા છે ભોક્તા નથી. આત્મા પોતાના સ્વરૂપમાં રહેલા પોતાના અરૂપીતાદાત્મ ભાવે રહેલા ગુણોનાં જ ભોક્તા છે અર્થાત્ જ્ઞાનાદિ ગુણો જ આત્માને ભોગ્ય છે પણ રૂપ, રસ, ગંધ, સ્પર્શ શબ્દાદિ રૂપી અને સંયોગ સંબંધે રહેલા પુદ્ગલ ગુણો આત્માને ભોગ્ય નથી. પણ સુધાવેદનીયના ઉદયથી વેદનાના શમન માટે આહાર પુદગલોનો પ્રયોજન છે તેનાથી આત્માને સુખ–અનુભૂતિ થતી નથી, માત્ર વેદના શમન પૂરતી છે. જેમ રોગમાં દવાનું કાર્ય રોગ શમન કરવા પૂરતું હોય છે પણ દવા ખાવાથી આત્માને સુખની પ્રાપ્તિ થતી નથી, નહીં તો શરીરમાં રોગના અભાવમાં પણ દવાનો ઉપયોગ થાય. તો આહાર વાપરતા જે સુખની અનુભૂતિ થાય છે તે શું છે? આહાર વાપરતા - જિત્યેન્દ્રિય દ્વારા આહારમાં રહેલા પર્સનું (મધુર, ખટાશાદિ સ્વરૂ૫) જ્ઞાન થાય છે. આત્મા ષસ સ્વાદનો જ્ઞાતા બને પણ તેનો ભોક્તા જ્ઞાનસાર-૩ // 273