________________ બની શકતો નથી. પણ સ્વાદના જ્ઞાનની સાથે કષાય રસ (મોહના ઉદયથી) ભળવાથી ષટ્રેસમાં રતિ–રાગ અને માનના ઉદયથી સુખ માણવારૂપભ્રાંતિ થાય છે. આથી મોહના ઉદયથી ઈન્દ્રિયો વડે થતા જ્ઞાનમાં સ્વાદ સુખની ભ્રાંતિ તે સ્વરૂપથી સુખરૂપ-તૃપ્તિ રૂપ નથી પણ આત્મનઃ જ્ઞાનાનન્વાનુમાવ તુતિઃ | આત્માના જ્ઞાનાનુભવ સાથે આત્માનું આનંદને વેદવું તે સાચી તૃપ્તિ છે. પુદ્ગલના ભોગો અસ્થિર, અનિત્ય, વિનાશી અને પરિવર્તનશીલ છે. તેથી તેમાં સ્થિરતા કેતૃપ્તિ ન થાય પણ તેને ફરી ફરીને ભોગવવાનો ભાવ આવે છે. તેથી તૃષ્ણા વધે છે. અસ્થિરતા વધે છે. પરવસ્તુની સતત તૃષ્ણા રહેતાં આત્મા પોતાનાથી વિમુખ બનશે. આત્મા પોતાના ગુણોથી વિમુખ બને તે મોટામાં મોટો પ્રમાદ થાય છે. પુદ્ગલોમાં સુખ નથી આત્માને તે ભોગ્ય નથી પણ પીડાકારક છે. હુંઆત્મા છું તે નિર્ણય થાય. હું શરીર નથી જ એવી પ્રતીતિ થાય તો જ આત્માના ગુણોની રુચિ થાય-સમજાય કે આત્માના ગુણો એજ આત્માની શાશ્વત સંપત્તિ છે અને આત્મા તેને જ ભોગવી શકે છે. જીવ જ્યારે પોતાની આ ગુણ સંપત્તિ ભોગવે છે ત્યારે તે અભયભાવને પામે છે. જ્યારે જગતની સંપત્તિ પરાધીન છે, આત્મા તેને ભોગવી શકતો નથી પણ આત્મા જ તેમાં ભોગવાઈ જાય છે. એટલે જ કોઈ પણ ભોગ વધારે કાળ, વધારે પ્રમાણમાં ભોગવવા જાય તો અકળામણ થયા વગર રહેતી નથી. આથી તે ભોગના વિષયને થોડા સમય છોડી દે કાં બદલાવે. આ વાતની પ્રતીતિ થાય ત્યારે આત્મ–વીર્યથનગનાટવાળું બની કાર્ય કરે "ાગને કે ભવમે સોના નહીં." શ્રધ્ધા, પ્રતીતિ, રુચિ અને ઝખના આત્મગુણો પ્રત્યે ન થાય ત્યાં સુધી આત્મા મુડદાલ થઈને બેસે અને જ્યારે આત્મા જાગે છે ત્યારે સનત્તકુમારની જેમ એક ક્ષણમાં બધા વિષયવિલાસો અનુકૂળતાને છોડી દે. જ્ઞાનસાર-૩ || 274