________________ રહેલા તિખો, કડવો, તૂરો, ખાટો, મધુર અને લવણ રસ જાણી માણી શકે. આ પુદ્ગલ દ્રવ્યના રસરૂપ ગુણ છે. આત્માઅતીન્દ્રિય છે. પુદ્ગલના રસને ઈન્દ્રિયો વિનાતે જાણવા સમર્થ છે. કેવલીના આત્માઓ ષટ્રસ ઈન્દ્રિય વિના જ પૂર્ણ રૂપે - ચોક્કસ રૂપે જાણે છે પણ તેમને તે રસોના સ્વાદ માણવાનો ભાવ-પ્રયત્ન થતો નથી. કારણ તેમનામાં કષાય રસ નથી. કષાય રસવિના ષસમાં સુખનો ભાસ ન થાય. જેમ માત્ર ભજિયા હોય તો તેટલા સ્વાદિષ્ટ ન થાય પણ તેમાં ચટણી ભેળવવામાં આવે અથવા રસોઈમાં પણ જો મસાલા કે મીઠુંઆદિકંઈનાખવામાં ન આવે તો વિશિષ્ટ સ્વાદનો અનુભવ થતો નથી. તેમ આપણને પુદ્ગલોના પસમાં જે આસ્વાદ સુખનો ભાસ થાય છે તેનું મૂળ કારણ તેમાં ભળતો કષાય રસ (માન, રાગ, રાગાદિ) સુખ, આનંદ, આસકિત, અનુમોદન રસ રુચિ આદિ જે કંઈ લાગણીઓનો અનુભવ થાય તે બધી લાગણીઓ કષાય રસના ઉદય રૂપે છે. આથી કષાય રસના ઉદયથી ષટ્રસરૂપ વિષયમાં જે આસ્વાદસુખના આભાસરૂપ જે તૃપ્તિ છે તે તૃપ્તિનથી પણ વાસ્તવિકતૃષ્ણા છે. તૃષ્ણા એ ઠંડા અગ્નિરૂપ છે. ગુપ્તરૂપે અગ્નિ પ્રગટ થાય અને જેમ અગ્નિમાં ગમે તેટલા લાકડા, બળતણ નાખો તો તે અગ્નિ શાંત થતી નથી પણ વૃધ્ધિ પામે છે તેમ અહીં પણ તૃષ્ણા અગ્નિ વૃધ્ધિ પામે અને અધિક અધિકવિષયોની ઈચ્છા આસક્તિ કરાવે, અને આત્મા આકુળ-વ્યાકુળ અશાંત થાય. આથી કોઈપણ એક વાનગીમાં સંતોષ ન થાય. તેથી નિરાળી નિરાળી વેરાયટીની ડિમાંડ ઉભી થાય. મંગુ આચાર્ય સ્વાદ સુખમાં આસક્ત થતા વ્યંતરમાં ઉત્પન્ન થયા. આહારના રસમાં આસક્ત બનેલા "દિગ્દર્શક સત્યજીતરોય' જેઓ છેલ્લા 87 દિવસથી પથારીવશ, માત્ર નાકની નળી વડે જ પ્રવાહી અપાતું, તેવી સ્થિતિમાં અભિનેતા ચેટરજી પૂછે છે–"કંઈક ઈચ્છા રહી જાય છે?" - "હા, થોડું ગુડ સંદેશ લાવી આપો. (બંગાળી મીઠાઈ, ફાટેલ દૂધની છીણીમાંથી જ્ઞાનસાર-૩ || ૨૭ર