________________ ઉત્પન થાય અને ત્યાંથી ૭મી નરકમાં પણ જાય. આથી અહીં ટીકાકાર મહર્ષિ કહી રહ્યા છે કે ઉત્તમ દેવલોકના ભોગોની પ્રાપ્તિ અનંતીવાર દીર્ઘકાળ પ્રાપ્ત થઈ છતાં તે ભોગોમાં તેને તૃપ્તિ થઈનથી તો હવે કયાંથી થવાની પણ તૃપ્તિને બદલે તૃષ્ણાની જ વૃધ્ધિ થાય. તેથી વિષયોમાં રહેલી સુખ બુધ્ધિનો ત્યાગ કરી, આત્મામાં જ સુખ છે અને આત્માનું સુખવિષયોના ત્યાગમાં જ અને સ્વ ગુણોના ભોગથી પ્રાપ્ત થાય તેવી બુધ્ધિ કરવાથી વિષયોથી મુકત થઈ આત્મામાં જ સ્થિરતા પામી આત્મ ગુણોમાં જ લીન બનવાથી પરમાનંદ તૃપ્તિના સ્વાદને તત્ત્વ જ્ઞાનીઓ સહજ માણનારા બને. સાચી તૃપ્તિ- શાંત રસના સ્વાદ રૂપ. ગાથા : 3 યા શાનૈકરસાસ્વાદા, ભવેત્ તૃપ્તિરતી ક્રિયા સા ન જિન્દ્રિય દ્વારા, પરસાસ્વાદનાદપિ / 3 શાન્ત એક રસ (સમતા સ્વભાવ) ના આસ્વાદનથી જ અતીન્દ્રીય તૃપ્તિ થાય છે. તે જિહોન્દ્રિય દ્વારા ષસના ભોજનથી પણ થઈ શકતી નથી. પૂ. મહોપાધ્યાય યશોવિજયજી મ. જ્ઞાનસારના તૃપ્તિ અષ્ટકમાં સાચી તૃપ્તિ "શાન્તરસ (સમતાને) ભોગવવું તે જ સાચી તૃપ્તિ છે તેમ જણાવી રહ્યાં છે. તે જ વાતને ટીકાકાર પૂ. દેવચંદ્રવિજય મ. તેને વિસ્તારથી સમજાવતા કહે છે કે, શાન્ત રસ રૂપ તૃપ્તિને સમતા સ્વભાવ રૂપ હોવાથી તે આત્મમાં પ્રગટ થનારી છે. તેથી તે અતીન્દ્રિય અર્થાત્ ઈન્દ્રિયો દ્વારા ભોગવી શકાય તેમ નથી. "બરછલ્લી રસની - રસનેન્દ્રિય પાંચે ઈન્દ્રિયોમાં પ્રધાન છે. રસનેન્દ્રિય જે જીતે તે સર્વ ઈન્દ્રિયને જીતનારો બની શકે. પંચેન્દ્રિયના સુખોમાં - પર્સ સ્વાદનું સુખ મુખ્ય ગણાય છે. બીજી ઈન્દ્રિયો દ્વારા એક એક જ વિષયનું સુખ મણાય છે. જ્યારે જિલ્લેન્દ્રિય દ્વારા-સ્વાદ સુખની સાથે સ્પર્શ સુખ અને મધુર ધ્વનિ વ્યક્ત પ્રગટ કરી શ્રવણેન્દ્રિય સુખ સ્વયં માણી અને બીજાને પણ આસક્ત કરી શકે. જિહોન્દ્રિય દ્વારા મુખ્ય ષટુ રસ જે આહારના પુદ્ગલોમાં જ્ઞાનસાર–૩ || 271