________________ છે. જેની સાથે આપણે જોડાઈએ તેવા આપણે થઈએ. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ વગેરે અસ્થિર અનિત્ય છે. તેથી તેમાં સ્થિરતા કે તૃપ્તિ થતી નથી. વળી વર્ણાદિરૂપી અને આત્મા અરૂપી આત્માના ગુણો અરૂપી તેથી રૂપાદિને ભોગવવા જાય તો આત્માને પીડા મળે. જ્યારે આત્માના ગુણ અરૂપી તેથી તેને ભોગવવામાં આનંદ મળે તો જ તૃપ્તિનો આસ્વાદ માણશે. સ્વ ગુણો વડે અવિનાશી તૃપ્તિ કેવા સ્વરૂપવાળી? ટીકાકાર–મહર્ષિ અવિનાશી તૃપ્તિનું સ્વરૂપદર્શાવતા ફરમાવે છે જે તત્ત્વજ્ઞાની છે તેવા મહર્ષિના આત્મા દ્રવ્ય સંબંધી, અર્થાત્ પોતાના આત્મ પ્રદેશોમાં રહેલા, પોતાના જ કાળે અર્થાત્ આત્માની સાથે સતત રહેલા અને પોતાના સ્વભાવભૂત તથા સ્વરુપભૂત એવા - આત્મપ્રદેશી અરૂપી, અસંગ, અનાકુળ (સ્થિર) અને પોતાના જ જ્ઞાન–આનંદની અપૂર્વ મસ્તી–સંતોષ તૃપ્તિ થતી હોય તો તેવા તત્ત્વજ્ઞાની પુરુષો પાંચે ઈન્દ્રિયના વિષયો જે વર્ણ, ગંધ, સ્પર્શ, શબ્દો વડે જે આત્માથી પર, જે આત્માથી વિપરિત સ્વરૂપે છે અને જે સતત પરિવર્તનશીલ છે. જેના સંયોગોથી સ્થિર આત્મા અસ્થિર થાય અનાકૂળ આત્મા વ્યાકુળ થાય, વિકલ્પોની જાળમાં ગુંથાય, એવા વિષયોમાં તૃપ્તિ કઈ રીતે પામે? તો તેવા વિષયોને કઈ રીતે ઈચ્છે. સ્વાધીન સુખને છોડી પરાધીનતા કોણ સ્વીકારે? સ્વ ગુણો વડે પ્રાપ્ત તૃપ્તિ અવિનાશી છે, જ્યારે પુદ્ગલ વડે પ્રાપ્ત તૃપ્તિ અનિત્ય વિનાશી છે. ઈન્દ્રિયો વડે પ્રાપ્ત તૃપ્તિ જ્યારે ઈન્દ્રિયોને ઈષ્ટ વિષયોનો સંયોગ થાય ત્યારે તેટલો કાળ તેમાં સુખાભાસ તૃપ્તિ લાગે. તે ઉપચારરૂપ અર્થાત તેમાં સુખ નહોવા છતાં સુખ આપવા રૂપ તૃપ્તિનો આરોપ કરાય છે. ગુલાબજાંબુ જ્યાં સુધી જીભ પર હોય અને તેમાં રહેલી મીઠાશ કોમળાદિ ગુણોનું જ્ઞાન જીભને થાય તેમાં ઈષ્ટપણાની કલ્પના મિથ્યાત્વનો ઉદયે અને મીઠાસ કોમળતા તે પોતાને સુખરૂપ લાગી રહ્યા છે તે ચારિત્ર મોહનીય લોભ–રતિ મોહનીયના ઉદયે સુખ લાગણી જે અનુભવાયતે મોહના ઉદય કાળ પૂરતું જ તે સુખાભાસ અનુભવાય પછી તે પણ ચાલી જાય અને વધારે આસક્તિ થવાથી જો તે ઈષ્ટ વિષયનું વધારે સેવન કરે તો તેમાં જ્ઞાનસાર–૩ || ર૯