________________ અપેક્ષા રહેતી નથી પણ ઉપેક્ષા જ રહે! "દુર્લભો વિષયત્યાગઃ દુર્લભં તત્વદર્શનમ્ દુર્લભા સ્વભાવાસ્થા સફ્યુરોઃ કૃપા વિના." વિષય ત્યાગ વિના તત્વ દષ્ટિ ખીલવી દુર્લભ છે તે વિના સ્વભાવ અને વિભાવ અવસ્થાનો નિર્ણય નહીં થાય, ત્યાં સુધી તે વિભાવ છૂટશે નહીં, તે માટે ગુરુની જરૂર છે. માટે જ કહ્યું છે કે "બ્રુપ વિલિયણી માન કષાય જીવને મારે છે. પોતાના વ્યકિતત્વને મોટું માનતાં તે ગુરુમાં સમાઈ શકતો નથી. મારું કંઈ જ નહીં એ સમર્પણ ભાવ આવે તો ગુરુકૃપાથી બધું સુલભ બને છે. હું શબ્દ વર્ણ આદિ પુગલ વિષયોને કેમ ભોગવું છું? એવો પ્રશ્ન થાય છે? કે આ અભોગ્ય છે એમ સમજીને ખાય તો ખાતાં ખાતાં પણ કર્મનિર્જરા થાય. પ.પૂ.દેવચંદ્રજી મ.સા. ના એકએક વાકયમાં અનુભવનું અમૃત વરસતું માલુમ પડે છે. સ્વરૂપલક્ષી બનેલા આત્માને વિષ જેવા વિષયોનડી શકતા નથી. પ્ર. ગુણથી થયેલી તૃપ્તિ કેવી છે? ઉ. અવિનશ્વરી, સહજ અને આત્મા સાથે સદાયે રહેનારી છે. અત્યારે કર્મ સાથે જોડાયા હોવાથી આત્માના આનંદને મેળવવાનો પુરુષાર્થ કરવો પડે છે. પ્ર. વિપરીત તૃપ્તિ કેવી છે? પુદ્ગલ ભોગમાં સુખાભાસ રૂપ લાગે, થોડી વાર ભોગવૃત્તિ શમન થાય પણ થોડી વાર પાછી અધિક ભોગની તૃષ્ણા પ્રગટ થાય. ચક્ષુ સિવાયની ઈન્દ્રિયો સાથે તેના વિષયનો સંયોગ થાય ત્યારે વિષયનો બોધ થાય. લકવાદિ રોગમાં સ્પર્શેન્દ્રિય બુટ્ટી થાય તો શીત, ઉષ્ણઆદિ સ્પર્શનો બોધ ન થાય. ગંધના પુદ્ગલો ધ્રાણેન્દ્રિયને સ્પર્શે તો સારા-નરસા ગંધની ખબર પડે છે.જિહ્વા બુટ્ટી થઈ જાય તો સ્વાદની ખબર ન પડે. તેવી જ રીતે આત્માના જ્ઞાનસાર-૩ // 27