________________ પ્રણિધાન પ્રમાણે વર્તીએ ત્યારે આત્મવીર્ય ઉદયગત મોહને નિષ્ફળ કરનારું બને છે અને તે જ ક્રિયા કલ્પવૃક્ષની વેલડી જેવી છે અને તેનું ફળ છે "સ્વમાં સ્થિરતા". ત્યારે ગુણોને ભોગવતો ચારિત્રમાં વિશેષ રસાસ્વાદ અનુભવે 5. સમતા કોને કહેવાય? ઉ. શુભાશુભમાં સમભાવ પ્રગટ થાય તો સમતાની પ્રાપ્તિ થાય. (કેમ કે મોહ ભળ્યો નથી.) સખા સામાયિ પર્વ આત્મા એ જ સામાયિક છે. પરંતુ મોહથી આચ્છાદિત થતાં તે સામાયિકની ખંડણા થાય છે. | તીર્થકરોએ આત્મામાં જે છે તેને પ્રગટ કરવાનો વ્યવહાર બતાવ્યો છે. બીજું નવું કાંઈ જ બતાવ્યું નથી. તેનાથી સમતાગુણને પ્રગટ કરવાનો છે. જેમ જેમ સમતા ગુણ આવશે તેમ તેમ પુદ્ગલવધુનેવધુહેય લાગતાં સમતા ગુણ વિશેષ વૃદ્ધિ પામે છે. શુભાશુભ દ્રવ્યમાં પણ પુદ્ગલ બુદ્ધિ હશે તો તે ગુણ નહીં આપે. પુદ્ગલ પ્રયોજનથી અધિક નહીં લેવાનું. નિર્દોષ વસ્તુ હોય તો પણ તેનો સંગ્રહ ન થાય. તૃપ્તિ= તપ શુદ્ધિ. તપસ્વ–આત્મામાં રતિ રૂપે સ્થિરતાને પામે છે તે જ તપ છે. તપથી જ નિર્જરા થાય. આથી તૃપ્તિ = સ્વ સ્વભાવમાં સ્થિરતા તૃપ્તિ એ તપ છે, જ્યારે જીવ પોતાનાં ગુણોમાં તૃપ્ત થશે પછી તેને બીજે કયાંય બહાર જવાનું મન નહીં થાય. પૌદ્ગલિક પ્રકારની કોઈપણ ઈચ્છા ન થવી, 'સ્વ'માં સ્થિર થવું તે તપ-તપ એવિરતિના પરિણામ સ્વરૂપ છે. હવે આત્માને પુદ્ગલ ગ્રહણ - પરિણમન- ભોગની વૃત્તિ છૂટી જાય તે ક્યારે થાય? શુદ્ધ જ્ઞાનમાં વર્તે તો પરમ તૃપ્તિ થાય. પ્ર. લોકો કઈ તૃપ્તિને અનુભવે? ઉ. સંસારી ઉપાધિરૂપ, પુગલનાં વિભાવરૂપ, જીવ ચંચળતાને પામશે. પુદ્ગલમાં સુખ છે એમ માની તેનાથી જીવ ભાવિત બનેલો છે. તેથી તેને પુદ્ગલનાં ભોગની રૂચિ પ્રગટ થાય અને તેમ પુદ્ગલને ભોગવે. પુદ્ગલનો સંયોગ એ જ આત્મા માટે ઉપાધિરૂપ છે તેના કારણે જીવ અસત્ ક્રિયામાં જ્ઞાનસાર–૩ || ર૫