________________ સુખનો નિર્ણય ન થાય ત્યાં સુધી પુદ્ગલનાવિષયો છોડી શકાતા નથી. આત્માનું સુખ પાંચે ઈન્દ્રિયથી ન જણાય કારણ તે ઈન્દ્રિયાતિત છે તે આત્માથી જ સીધો અનુભવ થાય અને મોહ રહિત અવસ્થા જેટલા અંશે થાય ત્યારે તેનો અનુભવ થાય. આથી જ પરનું સ્મરણ = આત્માનું મરણ પરમાત્માનું સ્મરણ = આત્માનું જીવન નામ-સ્થાપના–દ્રવ્ય-ભાવ એકથી પણ પરમાત્માને પકડીએ તો લાભ જ થાય. નામ–સ્થાપના-દ્રવ્ય-ભાવએચારમાંથી કોઈએકથી પણ પુદ્ગલને પકડતાં આત્માનું ભાવમરણ થાય. નામથી પણ જો પરમાત્માને પકડશું તો આપણે આપણા મોહકૃત નામને ભૂલી શકીશું અને પરમાત્માની આજ્ઞામય બની શકીશું. તે જ રીતે પત્નીને તેના નામથી બોલાવશો તો તેનો મોહ તમને સ્પર્શે અને તેના આજ્ઞામય બની જશો. વિષયો એ સુખ નથી પણ આત્માને પીડા કરનારા છે એવો નિર્ણય થશે પછી આત્માવિષયોથી પરાડમુખ બનશે. શ્રમણ કોને કહેવાય? શ્રમણ: પંન્દ્રિયાળિ મનશ્વ શ્રમન્ માનતિ તિ શ્રમUઃ | પાંચે ઈન્દ્રિયો અને મનના વિષયોથી જે થાકેલો છે તે શ્રમણ. તેવો શ્રમણ તે જ તપસ્વી જે ઈષ્ટને વાંછે નહીં પણ સંયમને સહાયક એવા આહાર, વસતિ, વસ્ત્ર/પાત્ર આદિ જે ગ્રહણ કરવા પડે તે ગવેષણા પૂર્વક ગ્રહણ કરે. આત્મા ગવેષણા પૂર્વક તેનો ઉપયોગ ઉદાસીન ભાવે કરી સંયમ–સમતાની વૃધ્ધિ કરે. સંયમની સુવાસ ઉત્તમ જીવોને વિશેષ આકર્ષે. પ્ર. વિષયોમાં સુખ કેમ નથી? ઉ. વિષયોમાં અસ્થિરતા–અનિત્યતા છે અને સ્વાત્મ ગુણોમાં સ્થિરતા જ્ઞાનસાર-૩ || 268