________________ અકળામણ અનુભવાય. સુખને બદલે અરતિના ઉદયથી દુઃખાભાસ થાય. આથી વિષયોના સેવન વડે થતી તૃપ્તિ અવિનાશી અર્થાત્ તરત ચાલી જનારી, પરિવર્તન પામનારી, આત્માને પરાધીન કરનારી છે. જ્યારે સ્વાત્મા ગુણો વડે ભોગવાતી તૃપ્તિ, આત્મા સામે દીર્ઘકાળ રહેનારી, આત્મા સહજ તેને અનુભવે ! તેમાં આત્માને કોઈ કષ્ટ-પરાધીનતા નથી અને આત્મા નિરાકૂળતા અને પ્રસન્નતાને અનુભવનારો બને તો તેનાથી વિપરીત-વિષયો પ્રાપ્ત આભાસરૂપ તૃપ્તિને કઈ રીતે ઈચ્છે? જે માત્ર આત્મા માટે કર્મબંધના માત્ર કારણરૂપ, ભારરુપ અને ભવના પરિભ્રમણ કરાવનાર તૃપ્તિને કઈ રીતે વિષયોની આભાસરૂપતૃપ્તિથી અટકવા અને આત્મગુણોની તૃપ્તિને માણવા ટીકાકાર મહર્ષિ આપણને તેના ઉપાય - ભાવના ભાવવા રૂપ બતાવતા કહે છે - અને મુક્તા તે = આ ભોગો તે અનંતી વાર ભોગવ્યા છે. "દેવિંદ ચકવહિતણાઈ, રાઈ ઉત્તમ ભોગા પતા અસંત ખુત્તો, નયહ તત્તિ ગઓ તેહિં. ૧દા (ઈદ્રિય જયાષ્ટક) ઈન્દ્રપણું અને ચક્રવર્તીપણું, તથા અનુત્તર વિમાનવાસી તથા ભાવસાધુ આટલા વાના અનંતી વાર પ્રાપ્ત ન થાય તે સિવાયના નવમાં રૈવેયકાદિ દેવઋધ્ધિ પુન્યના યોગે જીવને અનંતી વાર પ્રાપ્ત થઈ છતાં તેમાં તૃપ્તિ થઈ નહીં. દેવલોકમાં કલ્પવાસી દેવો એક વાર ભોગવે તેમાં તેના ર હજાર વર્ષકાળ પસાર થાય આવા દિવ્ય ભોગો દીર્ઘકાળ ભોગવવા છતાં તૃપ્તિ થઈ નથી. તે જ પ્રમાણે ૮માં દેવલોક સુધીના દેવો દેવલોકની દિવ્યવાવડીઓમાં સ્નાન સુખમાં સંતોષ ન થતાં તેઓ મેરૂ પર્વતની વાવડીમાં સુખ માણવા જાય અને ત્યાં આસક્ત બની દેવભવ પૂર્ણ થાય તો મરીને તંદુલ્યામચ્છ તરીકે જ્ઞાનસાર-૩ || 270