________________ સ્વભાવને વેદીને પરમ સંતોષ તૃપ્તિને અનુભવે. a સમ્યફકિયા રૂપી કલ્પવૃક્ષના ફળ શું છે? કે તેમના ભોજનથી મુનિ તૃપ્તિ (સંતોષ) પામે? જે ક્રિયામાં મોહનો નાશ અને આત્મતત્ત્વ પ્રગટ થાય તે સમ્યકક્રિયા કલ્પવેલડીના ફળો છે. પૌદગલિક સુખો સંબંધી ચંચળતા ત્યજીને આત્મદશામાં લયલીન થવારૂપ આત્મતત્વનો અનુભવ કરવો તે સમ્યક્રક્રિયાનું ફળ જાણવું. ભોજન-પાન તૃપ્તિનું કારણ છે તેમ ભોજન-પાન કર્યા પછી તાંબૂલ (મુખવાસ) એ પણ તૃપ્તિનું વિશેષ કારણ છે. તેથી મુનિ સમભાવ રૂપી તાંબૂલનો આસ્વાદ શુભાશુભ પુદ્ગલના યોગમાં પણ કરે. તે સત્પરષો શા માટે વિજળી જેવી ચપળ સ્ત્રીના કામભોગને છોડે છે? પૂર્વે અનાદિ મિથ્યાત્વ જ્ઞાનની વાસનાથી કામભોગાદિ અસત્ ક્રિયામાં આસક્ત બની વિભાવદશામાં આત્માને જમાડ્યો.જગતે ભોગવીને છોડી દીધેલ એઠવાડરૂપ ભોગો સુખોમાં તૃપ્તિ- સંતોષનો આરોપ કર્યો પણ અમૃત જ્ઞાનના યોગે હવે ભાન થયું કે તે પુણ્યના યોગ પ્રાપ્ત સંયોગ-સુખ -સમૃધ્ધિ તે ઉપાધિ રૂપ છે. તેનાથી અનુકૂળ કાલ્પનીક તૃપ્તિ અલ્પકાળ થાય પણ તે તૃષ્ણાને વધારનારી થાય. તૃષ્ણા એ અસંતોષરૂપ છે. આમ સમજણ થવાથી તે પુરુષો દેવાંગના જેવી સ્ત્રીઓથી વિરક્ત બની વૈરાગ્ય ધારણ કરી તેનો ત્યાગ કરી અને પરમ તૃપ્તિ કારણ ભૂત એવા સ્વાધ્યાય યોગ વડે તત્ત્વસ્મરણ-મનન-ચિંતન-પરિશીલન વડે પરમાત્માવસ્થાને પામે છે. દરેક ક્રિયામાં સ્વભાવની અનુભૂતિનું પ્રણિધાન જરૂરી છે તો જ આત્મામાં વિર્ય સમ્યગ્ રીતે પરિણમે. ત્યારે આત્મામાં નિર્મળ આનંદની અનુભૂતિ થાય છે. સમ્યક્દર્શન એટલે આત્માની ઓળખાણ તેની ઓળખાણ વિના સમ્યક દર્શન જ નથી. "ચેતન રહે નિજ રૂપમાં - તે જ ચારિત્ર જાણ." ક્રિયા દ્વારા આત્માનાં આનંદની અનુભૂતિ કરવાની છે. જ્ઞાનસાર–૩ / 264