________________ અવિરત સમ્યક્ દષ્ટિ વર્તમાનમાં ભાવપીડાની વેદના કેમ ભોગવી રહ્યો છે? મિથ્યાત્વી આત્મા વિષયોના ભોગમાં પોતાના આત્માને સુખી માને. મોહની પીડા-પીડા સ્વરૂપે લાગે નહીં તેથી મિથ્યાત્વીને તેમાં સુખનો ભ્રમ ઊભો થાય છે. જ્યારે સમકિતીને મોહની પીડા-પીડા રૂપે લાગે છે તેથી તે અંદરથી ખૂબ જ દુઃખી હોય છે. આ જ આત્માની ભાવ-પીડા છે. મોહમાંથી છૂટવું છે પણ છૂટી નથી શકતો. સમકિતી પોતાની પાસે રહેલ અનંત - આત્મગુણની સંપત્તિ હોવા છતાં ભોગવી શકતો નથી તેનું તેને દુઃખ હોય છે. વિરતિનો પરિણામ સમ્યક દષ્ટિને જ આવે.વિરતિબે પ્રકારે (1) દ્રવ્યવિરતિ (ર) ભાવ-વિરતિ. અભવ્યનો આત્માવિરતિ લે પણ તે ફકત દ્રવ્ય વિરતિ લેશે.વિરતિનો વાસ્તવિક પરિણામ પેદા નહીં કરી શકે. પુદ્ગલના સુખમાં આત્માનું સુખ મળે નહીં તેનો સમકિતીને નિર્ણય છે. પુદ્ગલ જડ છે - આત્મા - ચેતનવંતો છે. જડ વસ્તુ ચેતનને કઈ રીતે સુખ આપી શકે? વિરૂધ્ધ દ્રવ્યો ભેગા થાય તો? દૂધ અને છાસ ભેગા થાય તો ફાટી જાય તે રીતે... સમકિતીનો નિર્ણય પાકો છે કે પુદ્ગલથી આત્માને સુખ ન મળે પરંતુ પીડા જ મળે. તેથી જડ એવા પુણ્યના ઉદયમાં મળેલી સામગ્રીમાં પણ તે પીડાનો અનુભવ કરતો હોય તેથી સમકિતી જેવો બીજો કોઈ દુઃખી નહીં. માટે જ સમકિતીને આરાધનાની જરૂર પડે. સમકિતી એવા કૃષ્ણ મહારાજાને પ્રશ્ન ઊભો થયો કે 360 દિવસમાં એવો કયો દિવસ છે કે તે દિવસે વ્રતની આરાધના કરૂ તેથી વિશેષ આત્માને લાભ થાય. પોતાને સર્વજ્ઞ પરમાત્માનો યોગ મળ્યો છે છતાં પૂર્ણ આરાધના કરી શકતો નથી તેનું દુઃખ છે. ચાતુર્માસ પસાર થઈ ગયા પણ વિરતીનો પરિણામ ન આવ્યો તેનું તેમને દુઃખ છે. તમને આવું દુઃખ થાય છે ખરું? વર્તમાનમાં પોતાનો આત્મા ગુણોમાં રમી શકતો નથી તેથી કર્મનાં જ્ઞાનસાર-૩ || રડર