________________ પૂ. મુનિ માટે તૃપ્તિમાં શું આવશે? ઉ. શ્રાવક માટે ધન-મકાન-વસ્ત્ર વિ.ની જરૂર પડે તેથી તે માટેની પ્રવૃત્તિ પણ કરવી પડે. પરંતુ હવે મુનિ માટે શું કરવાનું? મુનિ માટે તો મળે તો સંયમ–વૃધ્ધિ અને ન મળે તો તપોવૃદ્ધિ. તેથી મુનિએ આહાર વિ.ની ચિંતા કરવાની નથી. મુનિએ પોતાના આત્મ-સ્વભાવ (કેવલજ્ઞાન) સિવાય બીજું કશું જમેળવવાનું નથી. સ્વભાવમય બની તેમાંથી પરમાનંદને મેળવવો તે જ તેની તૃપ્તિ રહેશે - જે મેળવ્યા પછી કોઈ ચિંતા નહીં. | મુનિ સ્વભાવમય બની સહજતાથી રહે છે. જ્ઞાની હોય તેને હવે ભાવ નથી કરવાના પણ આચરણમાં મૂકવાનો પુરૂષાર્થ કરવાનો છે. જેમ કે કાઉસગ્નમાં મચ્છર આદિ આવે તો - ઉડાડવાના નથી પણ સહન કરવાનું છે તે દ્વારા કર્મ-નિર્જરા કરવાની છે. જ્ઞાન રૂપી અમૃતનું પાન કરે એટલે મુનિ સ્વભાવમાં રહી શકે છે. જ્ઞાનામૃતથી વિકટ પરિસ્થિતિમાં પણ સંતોષની અનુભૂતિ થાય છે. તેનામાં નવું નવું જ્ઞાન આવતું જાય અને આનંદમાં અભિવૃદ્ધિ કરતું જાય, સર્વજ્ઞનું જ્ઞાન જ આવા પ્રકારનું છે. છે. ધન જડ છે છતાં તેમાંથી સુખ કેમ મળે છે? ઉ. જ્યારે આત્માને મિથ્યાત્વના ઉદયે ધનમાં કિંમતિપણું લાગે એટલે આદર આવે અને જ્યારે મળે ત્યારે માન–મોહનીયના ઉદય થાય. પ્રાપ્તધનમાં માલિકીપણાની, સુખની ભ્રાંતિ કરાવે બીજાથી પોતાને મોટા મનાવી ભયંકર કર્મબંધ કરાવે છે અને તેમાં આનંદ માનીએ છીએ. યથાર્થ જ્ઞાન એટલે વસ્તુ જેવી હોય તેવો બોધ થાય. બહાર કાળી હોઈએ તો કાળી કહીએ અને અંદર ધોળી હોય તો ધોળી કહીએ. આપણે બહારનું રૂપાળાપણું જોઈને તેને સારો માની સારો વ્યવહાર કરવા માંડીએ છીએ, પણ અંદર તો તે અશુચિથી ભરેલી છે તે તો આપણે જ્ઞાનસાર–૩ / ર૬૦