________________ પશ્ચાતાપ (અંતર–વલોણું) છે. મમ્મણને નિરંતર પ્રવૃત્તિનાં પરિણામ હતાં તેથી સતત પરિણામમાં કર્મબંધ કરતો તેથી મરીને ૭મી નરકગયો. સમજણ પાકી નહતી-મિથ્યાત્વી હતો તેથી ૭મી નરકમાં ગયો. | આનંદ આદિ–શ્રાવકો સમજ્યા કે પરિગ્રહ કરાય નહીં, વૃત્તિમાં બેઠું છે તો તે વખતે 8 કરોડનો પરિમાણ રાખેલો છે છતાં પરમાત્માના મહાશ્રાવક તરીકે ગણના થઈ છે. અંદરથી નિર્ણય થઈ ગયો છે કે પરિગ્રહ એ પાપ છે છેલ્લે પુત્ર-પરિવારને બધું જ સોપી અનશન કરે છે. "મિચ્છુ પરિહરહ" એ વૃત્તિમાં બેઠેલું હતું–અંદરની રૂચિ ફરે એટલે પશ્ચાતાપ થાય જ. | પ્રવૃત્તિમાં સમકિતી માન્યતાના સ્તર પર છે, ધન-રાખવું તે પાપ છે તેથી કમાવા જવાય નહીં છતાં કમાવાની પ્રવૃત્તિ કરતો હોય. જ્યારે મુનિને આચરણના સ્તરમાં પ્રવૃત્તિ હોય કે પરિગ્રહ રાખવાનો જ નથી પછી તે રાખે જ નહીં. શ્રેણિકને ક્ષાયિક–સમકિત હતું તેથી છેક સુધી પ્રવૃત્તિ ચાલુ પરંતુ અંદરથી સતત પશ્ચાતાપ હોય તેથી નરકમાં નવા કર્મબંધ નહીં કરે. 'સ્વાત્મા પર બહુમાન ભાવ જોઈએ કે મારો આત્મા સત્તાએ સિધ્ધ છે સમકિત આવે એટલે બહુમાનભાવ વધશે. મારો આત્મા સત્તાએ સિધ્ધ છે તે બહુમાનભાવ થઈ જાય તો પાપની પ્રવૃત્તિ કરી શકાય નહીં. પાપ કરવું જ દુષ્કર થશે. કોઈ નિકાચિત કર્મ એવા હોય કે ફરજીયાત પાપ કરાવે તે જુદી વાત. દા.ત. નંદિષેણ મુનિ નિકાચિત કર્મને કારણે ફરજીયાત પટકાયા છે પોતે નથી પટકાયા પરંતુ કર્મે બળાત્કારે પટકાવ્યા છે. ટૂંકમાં લોકોત્તર તૃપ્તિમાં શું આવશે? એક પણ વસ્તુ રાખવા જેવી જ નથી. સમકિતી હોય તો તેને હેય માને, જરૂર પૂરતું કમાઈલે, નવું કમાવાન જાય. જ્ઞાનસાર–૩ // 259