________________ મનાય. આત્માને ભોગ્યન મનાય. સમજણપૂર્વક માતા-પિતાદિને છોડી દીક્ષા લીધી તો અહીં ભકત - ભકતાણી ના સંગમાં પડી જશો. - સાધુના દર્શનની મુખાકૃતિ આનંદમયજ જોઈએ અને તેનાથી જ લોકો સમ્યગુદર્શન પામી શકે. તેને બદલે ભકત–ભકતાણીના મોહમાં પડ્યાં તો તેથી સંતાપ વધે કે સંતોષ વધે? લોકોને પમાડવામાં સંતોષ માને પરંતુ પોતાની સાધુતાવિકસી અથવા સાધ્વાચારમાં કેટલું ગુમાવ્યું એની કોઈ ચિંતા નહીં કારણ? પોતાના આત્માને પમાડવાનું લક્ષ જ નથી. 0 ભાવતૃપ્તિ એટલે શું? આત્માની અનુભૂતિ થવી અને એનાજ આનંદમાં ડૂબવું તે ભાવતૃપ્તિ. તેવી તૃપ્તિ સમતા રસમાં ઝીલનાર એવા મુનિ જ ભોગવી શકે. પૃથ્વીકાયનું આયુષ્ય ર૨૦૦૦વર્ષ, એકેન્દ્રિયમાં સૌથી વધારે વિકાસ પ્રત્યેક વનસ્પતિનો હોય છે. વિકલેન્દ્રિયનાં ભાવમાં પણ જીવ બોલે તો કોઈ સમજી શકવાના નથી, તો તેવા મૌનની કોઈ કિંમત નથી. તેથી સમકિત વગર મૌન કરો તો અકામ–નિર્જરા જ થાય. "સમ્યકત્વ તત્સૌને મૌન સમ્યકત્વમેવ વા." (જ્ઞાનસાર) સમ્યગ્દર્શન એ જ મૌન અને મૌન તે જ સમ્યગ્દર્શનરૂપ છે. આથી સમ્યગ્દર્શન હોય અને સમજણ સાથે મૌન કરો તો "સકામ–નિર્જરા થાય. ભગવાનની આજ્ઞા વિરૂધ્ધ બોલવું નહીં, ભગવાનનાં તત્ત્વ વિરૂધ્ધ મનથી પણ વિચારવું નહીં અને શકિત પ્રમાણે આચરણ કરો તો તે મૌન ગણાય. તેને જ સર્વવિરતીનો ભાવ જાગે અને તે જ સ્વીકાર કરીને તે પ્રમાણે પાળી શકે. તત્ત્વરૂચિ-સમ્યગુદર્શન એટલે ગુણની રૂચિ થવી એટલે આત્મામાં જ્ઞાનસાર-૩ // 257