________________ કરે. શરીરને પોતાનું ન માને તો શરીરવાળાને પોતાના માટે ખરા? એકેય વસ્તુ મારી નથી છતાં મારાનો વ્યવહાર કરવો પડે છે. તેથી સમ્યગ્દષ્ટિનું અંતર તો રડતું જ હોય છે. (અવિરત સમ્યગુ દષ્ટિ) નીતિપૂર્વક રોજનું જરૂરીયાત મુજબ કમાવું તે પણ પાપ છે એમ સમકિતી માને તેથી આજીવિકા માટે અનીતિ તો આચરે જ નહીં. જ્યારે મિથ્યા દષ્ટિ આજીવિકા માટે અનીતિપૂર્વક કમાતાં પણ દુભાશે નહીં. કદાચ નીતિપૂર્વક આજીવિકા પ્રાપ્ત કરે તો પણ ધનને હેય ન માને, પાપરૂપ ન માને. સમકિતી અન્ય-દર્શનનાં સંન્યાસી કરતાં ઊંચો છે. કારણ માન્યતા 'Clear-Cutહોય. માટે જ યોગબિંદુ ગ્રંથના રચયિતા પૂ. હરિભદ્રસૂરિ મ. સાહેબે કહ્યું છે કે કાયાથી સમકિતી સંસારમાં હોય - ઔચિત્ય કરતો હોય પરંતુ તેમાંથી કયારે છૂટું તે જ ભાવમાં રમતો હોય તો જ તે સાચો સમકિતી. તેની કાયા સંસારમાં પણ મન તો મોક્ષમાં જ રમતું હોય. જીવે નવકારશીના પચ્ચકખાણને ધર્મ માની લીધો. જ્યારે ભગવાને કહ્યું છે ખાવું તે જ પાપ છે. ખાવું એ તારો સ્વભાવ નથી. છ મહિના સુધીનો તપ થાય છે... છેલ્લે નવકારશી કરવા બેસાય નહીં પણ બેસવું પડે છે. જો ચાલતું હોય તો નવકારશી કરવા બેસશો જ નહીં, નહીંતર આત્માને છેતરીએ છીએ તેવું થશે.” સૌથી મોટું પાપ તો આત્માને છેતરીએ છીએ તે જ છે. માયા હોય ત્યાં મિથ્યાત્વ અને મૃષાવાદ પણ હોય અને તેનાથી તે કર્મ તીવ્ર અને ચીકણા જ બંધાય. તેથી પ્રથમ સરળ બનો-માયાનકરો તો ગુણસ્થાનક ઉપર જલ્દી ચઢી શકશો. સમકિતી શું માને? ધન રખાય જ નહીં - પરિગ્રહ રખાય જ નહીં, નહીંતર જે રાખ્યું છે તેની મમતા થશે. સમજણપૂર્વક કમાવાનું બંધ ન કરો તો અહીં જે રાખ્યું છે તેના પર ગાઢ રાગ થશે. કેરી છોડોકેન છોડો પણ તેનો રાગ તો ન જ જોઈએ. રાગ પણ કદાચ ન છૂટે તો પણ કેરી સુખનું કારણ ન જ જ્ઞાનસાર-૩ || 256