________________ પ્રેમ પરિણામ અને અજીવ પ્રત્યે ઉદાસીન પરિણામ તો જ સંયમ, નહીંતર રાગનો પરિણામ હોય ત્યારે આત્માસમતામાં હોય? ના, કેમકે રતિ–અરતિનો પરિણામ ભળેલો છે. ઈચ્છા રોધે સંવરી (આશ્રવને આવતો અટકાવવો) સંવર નહીં આવે તો નિર્જરા નહીં થાય. માટે જ કહ્યું છે કે "આતમલાની તે શ્રમણ કહાવે - બીજા તો દ્રવ્યલિંગી". આથી જમુનિએવિચારવું રહ્યું કે હું આત્મભાવમાં છું કે સંસારભાવમાં?..બાહ્યપદ, પ્રતિષ્ઠા, માન, સન્માન મેળવવાના ભાવમાં છે તો સંસાર ભાવ અને સ્વગુણોને અનુભવમાં છે આત્મ ભાવમાં છે. આપણે બોલીએ છીએ સૂત્ર-અર્થ-તત્ત્વ કરી સકું. અહીં 'તત્ત્વ એટલે શું? વસ્તુને મૂળથી જાણવું.તેના બે વિભાગ (1) જીવ અને (2) અજીવ. સમ્યમ્ દષ્ટિ આવ્યા પછી જ મુનિ વાસ્તવમાં મુનિ બની શકે છે. સાધુમય જીવન એટલે તત્ત્વજ્ઞાનમય અને ધ્યાનમય જીવન અર્થાત્ જીવે જીવમય જીવન જીવવું અને અજીવમય જીવનથી મુક્ત થવું. જીવ છું છતાં વર્તમાનમાં જીવાજીવ' છું. (શરીરરૂપી કર્મનો વળ ગાડ છે માટે) અને હવે મારે જીવાજીવમાંથી જીવ બનવાં પુરુષાર્થ કરવાનો છે. સચ તર્શનમ્ શુધ્ધ જ્ઞાન | સગુ દર્શનથી જ્ઞાન શુધ્ધ થાય છે. સમ્યગ્દષ્ટિએ સતત શુધ્ધ થવાનાં ભાવમાં રહેવાનું છે અને મુનીએ શુધ્ધ થવાના પ્રયત્નવાળા થવાનું છે. પણ મોટા ભાગે જીવ મોહવશ થઈ સ્વને ભૂલી-પરમાં લીન બની આત્માની દુર્દશા કરી છે. આત્માને અશુદ્ધ કર્યો છે. આત્માએ વસ્તુની શુદ્ધિ કરવાની છે. (1) સ્વભાવની શુધ્ધિ (ઘાતી કર્મના જવાથી થાય) (2) સ્વરૂપની શુધ્ધિ. (અઘાતી કર્મના જવાથી થાય) આત્મા સિવાયની બધી વસ્તુમાં ઉદાસીનતા હોવી ઘટે અશુધ્ધ એવા જ્ઞાનસાર-૩ || 254