________________ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરૂં? ઈચ્છે ! ચૈત્યવંદન–એ વંદન આવશ્યક થયું. એ વખતે ચૈત્યવંદન કરવાનું પ્રણિધાન થયું ત્યારથી જ ચૈતન્યદેવ (આત્મા) અને ચેતના (આત્મચેતના) બને એકમેક થઈ જાય ત્યારે શુધ્ધ થાય. શુધ્ધ ચેતન અને શુધ્ધ જ્ઞાનાદિ ચેતના જેમના એકમેક થઈ ગયા છે તેવા અરિહંત–સિધ્ધ ભગવંતો કે જેઓ પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર છે અને આનંદ ભોગવતા પરમ તૃપ્તિને માણી રહ્યા છે. તેમને વંદનાદિકરતા આપણું પરમ લક્ષ તે પૂર્ણતા પ્રગટ કરવાનું અને પૂર્ણાનંદ સ્વભાવમાં તૃપ્ત થવાનું હોવું જોઈએ. તે માટે જ અહીં જ્ઞાનસારના તૃપ્તિ અષ્ટકમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે પરમ તૃપ્તિ તે લૌકિક તૃપ્તિથી मुनि सावघाभाषी-स्वात्मा वलोकीन : / જે સાવધ ભાષાથી વિરામ પામેલો હોય અર્થાત્ સત્યનો ભાષી અને સત્યનો જ કર્તા હોય અને સ્વમાં જ લીન હોય તે જ તૃપ્તિનો પૂર્ણ અધિકારી બને. આથી જ જ્ઞાનસારમાં ધ્યાનનો અધિકારી વિરતિપૂર્વક ક્રિયા કરનારને જ કહ્યો છે. 1 મુનિ કેવો હોય? સાવધ અભાષી અર્થાત્ યથાર્થભાસી હોય. મુનિ સદા 'મૌન' માં જ રહે. જગતને સર્વજ્ઞ તત્ત્વ મુજબ જ જોનારો, સ્વીકારનારો હોય તે જગત તેને નિરાળું દેખાશે નહીંતર બંગલા–વૈભવ જોઈને ભગવાન પર અહોભાવને બદલે ભગત પર અહોભાવ વધી જશે તે ખોટું છે. તો તો સંસાર પરનો અહોભાવ થઈ ગયો. સંપત્તિ-સત્તા પર અહોભાવ મુનિ માટે નુકશાનકારક ગણાશે. સાધુને સંપત્તિવાન પ્રત્યે કરૂણા થવી જોઈએ કે કયારે આ ધનવાન પાપથી છૂટશે? મુનેઃ ભાવ મૌન. બોલવું એ આત્માનો સ્વભાવ નથી. તેથી બોલવું તે જ પાપ છે. તેમ મુનિ માને તેથી 'મૌન' રહે. કામ વગર એક પણ શબ્દ બોલે નહીં. જ્ઞાનસાર-૩ || રપર