________________ મુનિ જો બહાર બોલશે નહીં તેથી તે અંદર આત્મા જોડે બોલવા માંડશે. પોતે બહાર બોલવાના રસવાળો હતો એટલે અંદર આત્માએ અબોલડાં લઈ લીધાં-હવે તે જાગ્યો એટલે બહારનાને છોડી આત્માને મનાવશે."અબોલડાં શાના લીધા છે રાજ હો આતમદેવ' માહરા". ત્યારે આતમદેવ મીનથી પણ તેની સાથે બોલવા માંડશે. બોલવાનું પ્રયોજન નથી ને જરૂર વગરનું બોલવું એ સાવદ્ય પાપ છે. જરૂર વગરના પાપ અનર્થદંડમાં ગણાય. તેથી કારણ વગરનું બોલવું તેને અનર્થ દંડનું પાપ ગણાય. બોલવાનું આવે તો પ્રભુની આજ્ઞા મુજબ મુહપત્તિના ઉપયોગ પૂર્વક જરૂરી બોલે તો પણ તે 'મૌની' ગણાય અને ત્યારે તે મુનિ બોલે તો પણ કર્મની નિર્જરા કરનારો થાય. સમકિત વિનાનું મૌન વિશેષ લાભનું કારણ નહી એકેન્દ્રિયના ભવમાં મૌન જ રહ્યો છે. મુનિ કોને કહેવાય? જે આત્મામાં જ લીન હોય તેને મુનિ કહેવાય. તે આત્માને જોનારો માત્ર ન હોય પણ તેમાં લીન બનેલો હોય. જો તે ચારિત્ર - મોહનીયના પરિણામને અનુભવે તો તે આત્મામાં લીન નથી. સમ્યમ્ દષ્ટિ આત્મા દર્શન મોહનીયનો ક્ષયોપશમથી પ્રગટ સમ્યગદર્શનના પરિણામને વેદે તો આત્મામાં લીન થવાની ભાવનાવાળો હોય. યોગબિંદુમાં પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મ.સા. કહે છે કે સમ્યમ્ દષ્ટિનું મન સદા મોક્ષમાં હોય, તે કદાચ કાયપાતી હોય પણ ચિત્તપાતી ન હોય. મુનિ મૌની I મુનિ જગતને તત્ત્વ દષ્ટિથી જાણે છે તે ચામડાની દષ્ટિથી માત્ર ન જુએ નહીં તો મોહદષ્ટિ આવે. તત્ત્વ દષ્ટિ એટલે જીવ અને અજીવના ભેદવાળી દષ્ટિ. જીવ પ્રત્યે જ્ઞાનસાર–૩ // 253