________________ વિના રહે જ નહીં. જ્ઞાનથી ઓતપ્રોત થઈને મારે સામાયિક કરવી છે. તપ થોડો ભલે થાય "પરંતુ મારી ઈચ્છા તોડે" તેવો તપ કરવો છે. આવું કરો તો આત્માની અનુભૂતિ થશે અને ઉત્તર ધર્મો કરવાનું મન સહજ થશે. 2 સદ્ અભ્યાસરૂપ કિયા શા માટે? ધ્યાનથી આત્મ તૃપ્તિ થાય. આત્મામાં સ્થિરતા તે ધ્યાન. આત્મા અસત્ યોગ વડે સ્વમાં અસ્થિર થાય છે ને સ્વમાં સ્થિરતા માટે સૌ પ્રથમ અસત્ યોગ ન કરવાથી પ્રતિજ્ઞા વિરતિ જરૂરી. મુનિ જાવજીવ અર્થાત્ પાપાદિવ્યાપાર ન કરવાની પ્રતિજ્ઞા ધારણ કરનારા અને હવે માત્ર અંદરમાં જ રમણતાના લશે બહિષ્ટિ બંધ કરી અંદર જોવામાં હોય છે. તેથી તે તૃપ્તિ પામવાના અધિકારી બની શકે. મુનિએ સાવધ ભાષા ન બોલવાની પ્રતિજ્ઞા અર્થાત્ "હું સત્ય જ બોલીશ - સત્ય જ કરીશ" અર્થાત્ મારા સત્તામાં જે છે તે જ હું કરીશ. મારા આત્માના સ્વભાવ સિવાય હું બીજું કઈ નહિ કરીશ. આથી આ પ્રતિજ્ઞાની સફળતા માટે પ્રથમ તેને અસત્ ક્રિયાથી નિવૃત્ત થઈ અને સત્ ક્રિયામાં પ્રવૃત્ત થવા માટે અને ક્રિયામાં સ્થિરતા માટે અભ્યાસ જરૂરી છે. કારણ કે વિષય-કષાયના સંસ્કાર ગાઢ છે તેને તોડવા માટે પ્રતિક્રિયા કરવી જ પડશે. તે માટે સÁઅભ્યાસ આત્મામાં પાડો તો પછી જ્ઞાનયોગથી ચિત્તવૃત્તિ કેળવાઈ જશે પછી અંતર્મુખ બની શકશો. ક્રિયા કરતી વખતે કષાયનો ત્યાગ કરવાનો છે તે લક્ષ જોઈએ અને પોતાના સ્વરૂપના આનંદનો સિદ્ધદશા) ઉપભોગ કરવાનો છે. જ્યારે આત્મા સ્વના ગુણની અનુભૂતિ કરતો હોય ત્યારે 'પર' પદાર્થ જે તુચ્છ છે તેને ભૂલી શાશ્વતાના સંગીતમાં લીન બની જતો હોય છે પણ તે માટે પ્રથમ પ્રભુએ બતાવેલા પંચાચારનું પાલન કરવું આવશ્યક છે. જ્ઞાનસાર-૩ || 251