________________ જોતાં જ નથી. તેથી રાગ થાય છે જ્યાં અજ્ઞાનતા છે ત્યાં મોહનો પ્રવેશ છે." મુનિને જગત બહારથી ધોળું અને અંદરથી કાળું દેખાય છે. આત્મા બહાર કર્મથી કાળો અને અંદર ગુણોથી ધોળો દેખાય છે તેથી ઔચિત્ય-વ્યવહાર શરૂ થાય છે. આપણને આપણું શરીર અંદરથી અશુચિમય છે તે વાત યાદ આવતી નથી. તેથી રૂપાળી વ્યકિત ગમી જાય છે. તેથી જ્ઞાન પૂરેપૂરું કામ નથી આવતું. ફકત ચામડાની આંખથી જોવાનું નથી પરંતુ સર્વશના વચન મુજબ સર્વજ્ઞ દષ્ટિથી જોવાનું છે. "ચરમ નયણે કરી મારગ જોવતા ભૂલ્યો સયલ સંસાર, જેણે કરી નયણ જોઈએ, નયન તે દિવ્યવિચાર." (5. આનંદઘનજી મ.) જો તે પ્રમાણે જ્ઞાન નહીં કરું તો મારું માનેલું જ હું કરીશ અને તે જ મારું મિથ્યાત્વ છે. તેથી દરેક બાબતમાં સ્વ-અતિથી વિચાર ન કરવો. પરંતુ સર્વજ્ઞ–દષ્ટિ પ્રમાણે જ વિચારવું. સર્વજ્ઞની આજ્ઞા વ્યવહારની સાથે નિશ્ચય આજ્ઞા પણ માનો તો જ્ઞાન યથાર્થ કહેવાય. જો યથાર્થ જ્ઞાન હોય તો તે "સ્વ-પર પ્રકાશક હોય. મિથ્યાત્વજ્ઞાનમાંથી જશે તો તે જ્ઞાન શુધ્ધ બની "સ્વ–પર પ્રકાશક" બનશે."આખથી હું નથી જોતો, જોનાર તો મારો આત્મા છે" તેવું યાદ આવશે તો જ્ઞાન "સન્મુખ છે તેમ કહેવાય. જો આત્મા જ ગાયબ હોય તો જડ એવી આંખો શું જોવાની? મડદું કંઈ જુએ છે. નાકેમ? આત્મા જ ગાયબ છે. આત્મા સ્વ સાથે પરને જુવે છે. આપણે જગતની ઓળખાણ ખરી પરંતુ જાતની ઓળ ખાણ નથી જેથી સ્વમાં સ્થિરતા સહજ નથી. વિરતિનો પરિણામ એટલે મોહદશામાંથી છૂટવું = ભાવપીડાથી મુક્ત બનવું. જેટલા અંશે મોહ જાય તેટલા અંશે ધર્મશુધ્ધ થાય. જ્ઞાનસાર–૩ // 21