________________ ઉદયથી જે જે સંયોગો મળેલાં છે તે આત્માનાં ગુણોમાં બાધક છે. તેથી તેનાથી છૂટવાનો ભાવ થશે તેમ જ આત્માના ગુણોની રમણતામાં સહાયક સંયોગોને હું પડું તેવો ભાવ થશે. એક હેય તો બીજું ઉપાદેય પણ જોઈએ. સમકિતી આત્માના ગુણોને સહાયક એવા અનુબંધોમાં જોડાતો જ રહે. તેથી સમકિતી સંસારમાં રહેવાનો અનુબંધ બાંધે નહી. લોકોત્તર તૃપ્તિ કઈ રીતે પ્રાપ્ત થાય? ટીકાકાર દેવચંદ્ર વિજયજી મ. લોકોત્તર તૃપ્તિનો ઉપાય બતાવતા ફરમાવે છે. જ્ઞાનામૃત પીત્વ - જ્ઞાનરૂપી અમૃત પીને અને સદ્યોગ પ્રવૃત્તિ-રૂપી ક્રિયા સ્વભાવ જ્ઞાનથી ભાવિત અને શ્રધ્ધા પૂર્વકની ચેતના સહિત ક્રિયારૂપી કલ્પવૃક્ષ વેલડીના ફળને ભોગવીને સમતારૂપ પાનના બીડાના સ્વાદને કરીને પરમ તૃપ્તિને પામે. - જ્ઞાન–અમૃતરૂપે ક્યારે? જ્યાંજ્ઞાન યથાર્થ અર્થાત્ સ્વપદાર્થ (આત્મ તત્ત્વ) અને પરપદાર્થ (શરીરાદિ પર પુદ્ગલાદિ) યથાર્થ સ્વરૂપ બોધ. સ્વ-પરનું ભેદ જ્ઞાન તે અમૃત જ્ઞાન કહેવાય. આત્માને જીવાડે, વિભાવના મૃત્યુથી બચાવે.સ્વભાવરૂપજીવન જીવતો કરે તે જ્ઞાન અમૃતનું પાન કરવાથી - સત્યોગ પ્રવૃત્તિ રૂપ ક્રિયા ફળ આવે. અર્થાત્ મુનિ દરેક અનુષ્ઠાન - પ્રવૃત્તિ–યોગમાં શુદ્ધોપયોગ છે. શુદ્ધોપયોગની જ્ઞાન ધારાથી હેયોપાદેય પરિણામથી આત્મા પરિણત થાય તેથી આત્માનું અહિતનથાય અર્થાત્ આત્મા પોતાના સ્વભાવથી વિમુખ કે વિપરિત વર્તન થાય તેવું પ્રવૃત્તિ ક્રિયાયોગ (વીર્યનું પરિણમન) ન કરે. કદાચ કોઈક કારણસર પ્રવૃત્તિ અસત્ ઔચિત્ય વ્યવહારે કરવી પડે તો પણ તેમાં શુધ્ધયોગ રૂપ જ્ઞાન ધારાનું પરિણમનના કારણે - શુભાશુભ પુદ્ગલાદિ–યોગમાં પણ સમતા સ્વભાવ ખંડિત ન થાય. સમતા રૂપ તાબૂલના સ્વાદ રૂપે તેને પરમાનંદની તૃપ્તિનો અનુભવ થાય. અર્થાત્ અનુકૂળ-પ્રતિકૂળ સંયોગોમાં મુનિ રતિ–અરતિને પામી હર્ષ–ખેદ, હર્ષ-શોક ન કરે પણ સંયોગોથી પરિણામથી પર રહી પોતાના સહજ અમૃત જ્ઞાનસાર-૩ || 23