________________ રહેલાં ગુણો તે જ તત્ત્વ છે અને તેની જ રૂચિ થવી જોઈએ અને ત્યારે જ સમ્યગદર્શનનો પરિણામ પ્રગટ થયો કહેવાય. હું સામાયિક લઉં - સામાયિક લેવાનો ભાવ થવો તે રૂચિ છે. સામાયિકના પરિણામમાં આવી જવું એટલે કે સમતાના પરિણામને અનુભવવું તે સ્વભાવ છે. જીવ સમતામાં સામયિકમાં હોય ત્યારે કોઈ જેમ તેમ બોલી જાય ત્યારે સહેજ પણ દ્વેષ ન આવે કારણ સમતા એ આત્માનો સ્વભાવ છે. તો સમ–સામાયિક આત્મામાં પરિણામ પામ્યું કહેવાશે. તેથી જ જ્યારે આત્મા ગુણમય થાય ત્યારે ગુણની અનુભૂતિ થઈ કહેવાય. ચારિત્ર એ અનંતગુણ છે. વીતરાગતા આવે એટલે સરળતા, વિનય, સમકિત વિગેરે અનંતા ગુણ તેમાં સમાયેલા જ છે. વર્તમાનમાં વીતરાગતાની જીવ આંશિક અનુભૂતિ કરી શકે છે. પણે ગુણસ્થાનકે અલ્પ અનુભૂતિ અને–૭મે આંશિક અનુભૂતિની વૃધ્ધિ હોય, ૪થે અવિરતિ ગુણઠાણે અનુભવની માત્ર શરૂઆત તથા પૂર્ણતાની રૂચિ હોય. પમે અને છ ગુણસ્થાનકે આત્મા પોતાના આત્માના ગુણનું વિશેષથી અવલોકન કરે છે ત્યારે બહારનું જોવા-બોલવાનું સાંભળવાનું બંધ કરે. ત્યારબાદ આત્મા અંદરમાં જોશે ત્યારે આત્માને બે પ્રકારનો સંતોષ થશે. (1) લૌકિક અને (2) લોકોત્તર. - ધનની પ્રાપ્તિ થઈ–આનાથી અધિક નથી જોઈતું. દરરોજ આજીવિકા માટે 100 રૂ. ની જરૂર છે તે મળી જાય તે લૌકિક સંતોષ છે. તેનાથી અધિક મેળવવાની ઈચ્છા પ્રયત્ન ન કરે તે લૌકિક તૃપ્તિ કહેવાય. a (૧)સમકિતીની તૃપ્તિ અને (2) વિરતિધરની તૃપિ - સમકિતીમાં અનંતાનુબંધી કષાય ન હોય તેથી તે માને કે હવે ધન વિ. મેળ વવા જેવું નથી. તે માટે આખો દિવસ પ્રવૃત્તિ કરાય નહીં. લોભના ઉદયથી પ્રવૃત્તિ કરતો હોય તો પણ માન્યતા ચોખ્ખી હોય. હું ખોટું કરું છું તેનો તેને સતત અહેસાસ હોય. પ્રવૃતિ હોય પણ પરિણામ નહોય, પરિણામ નથી તેથી જ્ઞાનસાર–૩ || 258