________________ રૂપે સર્વ પાપ નાશ પણ થાય. મરુદેવા માતાએ પૂર્વભવમાં કોઈ સાધના નથી કરી પરંતુ નિગોદમાં "કર્મલઘુતા" કરેલ છે. સામાયિક એ ધર્મનું સાધન છે તેથી આપણે સાધનને જ ધર્મ માની બેઠા છીએ. તેથી જેટલી વધારે સામાયિક તેટલો લાભ વધારે–એમ જીવ માનવા લાગ્યો છે. લોભના કારણે જીવ વધુમાં વધુ સામાયિકને ક્રિયા કરવા લાગે છે. અહી સામાયિક રૂપી સાધન દ્વારા સમતા રૂપ સાધ્યનેસિધ્ધ કરવાનું હતું. સમતાભાવ લાવવાનો હતો, આત્મ રમણતા કેળવવાની હતી તે ભૂલી ગયા. સાધ્યને ભૂલીને કરાયેલા સાધનનો ઉપયોગ શું કામનો ? સિધ્ધિ કયાંથી અપાવે? દાદરો ચઢો તો પાછળનાં પગથીયાં છોડતાં જાવ તો ઊંચે ચઢી શકો. તે રીતે ક્રિયા કરીને ક્રિયાને છોડવાની છે અને આગળ આગળનાં ગુણસ્થાનને પામવાના છે. પરંતુ આપણે તો ક્રિયાને જ ધર્મ માની લીધો તો બહારથી જ તૃપ્ત થવાનું થશે. દા.ત.૧૦૦ સામાયિક, ૯લાખ નવકારવાળી ગણી ઈત્યાદિ, આંકડાઓમાં જ રહી જવાશે. આંકડાઓ દ્વારા પણ અંતરમાં સ્થિર થવાનું છે. નહિતર જીવનમાં આટલી આરાધના થઈ તેમ સંખ્યામાં ગણતરી થશે. તેમાં ધર્મ કર્યાનો સંતોષ–તૃપ્તિ થશે અને ધર્મના ફળરૂપે આત્મિક તૃપ્તિથી દૂર થશે. આથી ધર્મ માટે જ ક્રિયા કરવાની છે. જ્ઞાન-ક્રિયભ્ય મોક્ષ અમૃત જ્ઞાન અને અમૃત ક્રિયા બને સાથે ચાલે તો જ કેવલજ્ઞાન સાધ્ય અર્થાત્ જ્ઞાનથી જ્ઞાનની પૂર્ણતા રૂપ કેવલ જ્ઞાન ક્રિયાથી નિશ્ચયક્રિયારૂપ મોક્ષ અર્થાત્ વીર્યનું આત્મામાં પૂર્ણ પરિણમન રૂપ અખંડદશા. પ્ર. સાધનાનું લક્ષ કેવલજ્ઞાન હતું પણ તે કેમ સિદ્ધ ન થયું? ઉ. જ્ઞાનને શુદ્ધ કરવાનું હતું તેના બદલે ક્રિયામાંમોહનો પરિણામ થયો. ક્રિયાને તો તમારે છોડી દેવાની હતી એટલે કે શરીરનું મમત્વ તોડી આત્મા જ્ઞાનસાર-૩ // 249