________________ આત્મા સિવાયના સર્વ સંયોગોથી મારા આત્માએ વિરામ પામવું જોઈએ. સમ્યગ્દષ્ટિ શકય હોય તેટલો સ્વભાવદશામાં પ્રવર્તે પરંતુ વર્તમાનમાં તે અશક્ય છે તો ત્યાં ભાવદશામાં પ્રવર્તે. છઠ્ઠા ગુણઠાણા સુધી ભાવદશા છે. તેથી જ છઠ્ઠા ગુણઠાણા સુધી પ્રમાદદશા પ્રવર્તે છે. સમ્યગ્દષ્ટિ જે નથી કરી શકતો તેનો દિલમાં તીવ્ર પશ્ચાતાપ હોય. 5. "ભાવ શ્રાવક" અમૃત જ્ઞાનના ફળ રૂપે કઈ ભાવનામાં રમતો હોય? મોક્ષે ભવે ભવિષ્ય નિર્વિશેષમતિ >> ? (યોગશાસ્ત્ર) ઉ. ભાવ શ્રાવકને 'મોક્ષ' અને 'ભવ' બંનેના ભાવથી રહિત થવાની ભાવનાવાળો હોય અર્થાત્ અપ્રમત ચારિત્ર હું ક્યારે પામું? ભવ અને મોક્ષ વિષે પણ હું નિર્વિશેષ મતિવાળો ક્યારે થઈશ? તે ભાવનામાં જ વિહરતો હોય. પ્ર. સમ્યગદર્શન એટલે શું? ઉ. સમ્યગદર્શન એટલે સંપૂર્ણ સત્યતા. જે જેવું છે તે તેવું જ સ્વીકારવું અને સ્વની આત્માની પૂર્ણતાની રુચિ કરવી. પૂર્ણાનંદથી ભરેલા આત્મામાં તૃપ્ત થવાની રુચિ. જગતનું જે સત્ય છે તે સ્વીકારવાનું અને બીજું પોતાના આત્મા માટે સત્ય સ્વીકારવાનું. જગત માટે તે સત્ય હજી સ્વીકાર્ય બને પરંતુ પોતાના આત્મા માટે સ્વીકારે ત્યારે જ સમકિતનો પરિણામ કહેવાય. આત્માની શુધ્ધ અને અશુધ્ધ બનેદશાનો (અવસ્થા) નિર્ણય થઈ જાય પછી શુધ્ધ દશાની રૂચિ થશે ત્યારે વાસ્તવિક સમકિત આવ્યું કહેવાય. આત્માની શુધ્ધ દશા (પૂર્ણતા) - સર્વ સંયોગથી રહિત છે. તેથી સર્વ–સંયોગથી મુકત થવાની તીવ્રરુચિ અર્થાત્ સંયોગોની વચમાં રહેલો આત્મા નિરાળો રહે. રુચિ સહિત તે સંબંધી આત્માને છેતર્યાવિના પ્રયત્નવાળો બને. સૂત્ર જ્ઞાનસાર-૩ // 247