________________ બને છે. પ્ર. પ્રથમ સમક્તિ પછી જ વિરતીનો પરિણામ આવે? ઉ. હા, સમકિતના પરિણામ વિના વ્યવહારથી વિરતી આવે, પરંતુ નિશ્ચયથી ન આવે. પ્ર. કિયાનું ફળ શું? ઉ. ક્રિયાના ફળ સ્વરૂપે આત્મામાં તૃપ્તિ થવી જોઈએ. નહિતર મદ(અભિમાન) પ્રવેશી જાય. પ્ર. કિયા કોણ કરાવે છે? ઉ. આત્મામાં રહેલું આત્મ-વીર્યજ ક્રિયા કરાવે છે. જેમ જેમ વીર્યતરાય કર્મનો ક્ષયોપશમ થાય તેમ તેમ આત્મામાં વીર્યશકિત વધે. પ્ર. પુદ્ગલ ગ્રહણ, પરિણમન, અને વિસર્જન કોણ કરાવે છે? ઉ. આત્માનું આ કાર્ય નથી છતાં પોતાનો આત્મા આ કાર્ય કરી રહ્યો છે. તેનાથી પાછા વળવાનું છે. કર્મનું ગ્રહણ કરવું તે જ આત્માની અણસમજ છે. આત્માની શકિત પર'માં ગયેલી છે તે સમજ નથી તેથી આત્મા કર્મ અને કાયા સાથે જોડાઈ ગયો છે, તેથી અનાદિકાળથી તેની આ પ્રવૃત્તિ રૂપ ક્રિયા ચાલુ છે. પ્ર. સિધ્ધોમાં પણ આત્મ–વીર્ય છે. તો તેઓ કેમ અસત્ કર્મ ગ્રહણ કરતાં નથી? ઉ. તેમનું આત્મવીર્ય સર્વ આત્મપ્રદેશો અને ગુણોમાં પરિણમે છે. તેઓ સ્વભાવ અને સ્વરૂપથી પૂર્ણ બની ગયા છે. અર્થાત્ પૂર્ણ આનંદના ભોકતા છે. પૂર્ણ તૃપ્તિને અનુભવે છે. પરભોગ બંધ નથી તેથી હવે કર્મને ખેંચવાનું કોઈ કારણ બાકી નથી રાખ્યું. પ્ર. પરમાત્માએ તીર્થંકર નામકર્મ બાંધ્યું કે બંધાયું? જ્ઞાન સાર-૩ / 245