________________ - અર્થ - તત્ત્વ કરી સછું. તેમાં તત્ત્વ શું? આત્માની જે શુધ્ધ દશા છે, ગુણથી પૂર્ણતા છે, તે જ તત્ત્વ છે અને તેની ઢચિતે જ સમકિત. હવે શું ગમશે? માત્રને માત્ર પોતાની કર્મ રહિત સ્વભાવ અને સ્વરૂપદશા. પોતાની સત્તાગત શુધ્ધ અવસ્થા પર આદર થશે એવો આદર બીજા કોઈ પદાર્થ પર નહીં થાય. તેથી પ્રભુની આજ્ઞાપાલનમાં સમકાતિ જીવ જીવનની સફળતા માનશે. મોહના ઉદયથી કર્મકૃત અવસ્થાના કારણે જીવને આદર તો કર્મકૃત - પર સંયોગો પર જ છે તેથી પ્રભુની આજ્ઞાને ગૌણ કરે છે. પરંતુરુચિનો પરિણામ આજ્ઞાના પાલનમાં પ્રબળ હોય. જેમ સુધાવેદનીય સહન ન કરી શકનાર કુરગડુ-મુનિ" ને "ખાવા છતાં"તપનો-પરિણામ" હતો. તેથી દ્રવ્યથી તપ ન થઈ શકે પરંતુ તેનો પરિણામ તો જોઈએ જ. તપ ન થાય તો હાડોહાડ પશ્ચાતાપ જોઈએ તો તપ જેટલો જ લાભ થશે. તપના પરિણામના કારણરૂપજબાહ્ય અને અત્યંતર તપ છે. જ્યાં સુધી આત્મતત્ત્વનો નિર્ણય ન થાય તો તપનો પરિણામ થાય? હું જે ક્રિયા કરું છું તે જ ધર્મ છે તે માન્યતા ખોટી છે. તે ધર્મ નથી થયો, ધર્મની ક્રિયા થઈ રહી છે. ક્રિયાની અંદર આત્મતત્ત્વ ભળે અર્થાત્ આત્મગુણો ભળે તો જ ક્રિયા ધર્મ–સ્વરૂપ બને. અજ્ઞાનતાના કારણે મોહનો ઉદય થાય છે. તેથી પોતે સારી ક્રિયા કરે છે એમ માનીને આત્મ સંતોષ અનુભવે છે–તે વાસ્તવમાં ખોટું છેમિથ્યાત્વ છે. મિથ્યાત્વનુંઝેર ગયા વિના વિષયોના ઝેરનું પાન છૂટશે નહીં ત્યાં સુધી અમૃતના પાનનાં અધિકારી આત્મા બનતો નથી. આત્માનો અનુભવ થાય તો જ જ્ઞાન "સ્પર્શનાવાળું" થયું કહેવાય. 'નયસાર'ના ભવમાં પ્રભુશ્રી વીરને અને શ્રેણિકને અનાથી મુનિથી જે સમકિત પ્રાપ્ત થયું તે તો કર્મ–લઘુતા છે. એના કારણે ધર્મ પર બહુમાન આવી જાય છે. પરંતુ રાજમાર્ગ તો સૂત્ર-અર્થ-તત્ત્વને ભણીને આત્મામાં પરિણમાવવાનાં છે. 14 પૂર્વીને જે પરિણામ થાય તે પરિણામ નવકાર ગણનાર સાધુને પણ થાય તેનું કારણ કર્મલઘુતા છે અને જિન વચન શ્રધ્ધાથી પૂર્ણ સ્વીકાર્ય છે તેથી સર્વસંગનો ત્યાગ છે. અર્થાત નિસંગ બનીને નવકાર ગણે તો તેના ફળ જ્ઞાનસાર-૩ // 248