________________ 6. જગતના સર્વજીવો પ્રત્યે પરમાત્માનાં હૃદયમાં ઉત્કૃષ્ટ કરૂણા–રસનો ઝરો વહ્યો - ઉભરાયો, આથી બધાને શાસન રસીયા બનાવી દેવાની ભાવના જે અંતઃસ્તલમાંથી પ્રગટી તેના કારણે તીર્થકર નામકર્મ બંધાયું. તે વખતે પ્રભુ ભાવની પ્રધાનતામાં હતા. સ્વભાવની પૂર્ણતામાં ન હતાં. તેથી 'તીર્થકર—નામકર્મ બંધાયું. જો સ્વભાવમાં હોત તો બધા કર્મોને નિર્જરી નાખ્યા હોત. પ્ર. પરમાત્મા વીતરાગ થઈ ગયા, છતાં દેશનાનો વ્યવહાર કેમ કરે છે? ઉ. બંધાયેલું તીર્થકર નામકર્મવિપાકોદયમાં આવતા તે આત્મવીર્ય તેમની પાસે દેશનાનું કાર્ય કરાવે છે અર્થાત્ તીર્થકર નામકર્મ ખપાવવા પ્રભુ દેશના આપે છે. અનંતવીર્ય પ્રગટ થયા પછી કેવલજ્ઞાન વીતરાગતાની પૂર્ણતા છે. પરંતુ અઘાતી કર્મ સમયની મર્યાદાવાળા બંધાયેલા છે. તેથી તે કર્મો સંપૂર્ણ નાશ ન પામે ત્યાં સુધી આત્મવીર્ય સંપૂર્ણ આત્મ–પ્રદેશમાં પ્રવર્તમાન નહીં થાય ત્યાં સુધી વીર્ય પરગ્રહણાદિ પ્રવૃત્તિ કરે. મારા હાથની વાત એટલી છે કે "રસહીન પ્રવૃત્તિ કરવી" - જ્યાં શકય છે ત્યાં ત્યાગ પ્રવૃત્તિ આદરવી અને જેના વિના સમાધિમાં રહી શકું તેમ નથી ત્યાં રસહીન પ્રવૃત્તિ બનાવી દો.જેમ પ્રભુને અઘાતિ કર્મખપે નહીં ત્યાં સુધી પ્રવૃત્તિ કરાવશે પરંતુ નવા અઘાતી બંધાવશે નહીં. ખાવાનો વ્યવહાર અરિહંત/કેવળી કરે છે. ખાવાની ક્રિયા'અસક્રિયા છે. (નિશ્ચયથી) છતાં અઘાતી કર્મ છે ત્યાં સુધી એ ક્રિયા કરવી પડે છે. જ્ઞાનની પૂર્ણતા અને મોહનો સંપૂર્ણ અભાવ - તેથી રસબંધ નહીં. માત્ર યોગ નિમિત્તક ઈર્યાપથિક બંધ એક સમયનો બંધાય અને બીજા સમયે ઉદયમાં આવી ખરી જાય છે. જ્ઞાનસાર-૩ || 246