________________ પોતાના સ્વભાવમાં રહે છે માટે તેઓને પ્રતિક્રમણ હોતું નથી. જેમ જેમ આત્માને 'સ્વ' નો નિર્ણય થશે તેમ તેમ આત્મા પર થી છૂટશે, નિર્ણય થાય અને સ્વની રુચિ થાય એટલે 'સ્વ' તરફનો પુરૂષાર્થ પણ થાય. જ્ઞાન અને ક્રિયામાં મોહન ભળે તો તે જ્ઞાન અને ક્રિયા આત્મામાં પરિણમન પામે તો તે આત્માની અનુભૂતિ કરાવે. સ્વમાં તૃપ્ત થાય તેમ તેમ અપૂર્વનિર્જરા થાય. સદ્ અભ્યાસવાળી ક્રિયા આત્માના ગુણોને પ્રગટ કરવા માટેનાં લક્ષવાળી ક્રિયા જોઈએ. મનવચન-કાયાની પ્રવૃત્તિ તે ક્રિયા છે અને મન-વચન-કાયાનો વ્યાપાર પુદ્ગલ રૂપે છે. ક્રિયા કરતી વખતે જો આ વસ્તુનો ઉપયોગ ન હોય તો તે ક્રિયામાં મદ અભિમાન ઉત્પન્ન થશે. તેથી ક્રિયા કરતી વખતે આત્માને પકડો.મારા આત્મા એ કાયા વડે વીર્યને ગુણોમાં પરિણમન રૂપ ધર્મને સ્વભાવનું અમૃતપાન કરવા ક્રિયા કરી રહ્યો છે, તો માન કષાય નહીં આવે નહીંતર માનરૂપ–મોહકષાય મનમાં આવશે અને પછી તે મનમાંથી બહાર પ્રગટ થશે. અભિમાન એટલે જ પર વસ્તુથી (ઔદાયિક) પોતાની વિશેષતા માનવી. અર્થાત્ નિર્મળ આનંદને ભોગવવાને બદલે માત્ર કષાયને ભોગવે. શાનામૃતરૂપ ક્યારે બને અને કિયા વડે સમતાના ફળનો સ્વાદ કયારે ચખાય? સમકિતનો ૧લો પાયો આસ્તિકય છે. તેથી જો આત્માને આત્માના અસ્તિત્વનો જ જો ઉપયોગ નથી તો આત્મા નિર્મળ બનશે ક્યાંથી? જ્ઞાન તો આત્મામાં પડેલું જ છે. પરંતુ આત્માના અસ્તિત્વનું ભાન નથી તો જ્ઞાનમાં મિથ્યાત્વનો પરિણામ છે. મિથ્યાત્વતે ઝેરરૂપ છે. સમક્તિ અમૃતરૂપ છે. જો જ્ઞાનમાંથી મિથ્યાત્વ ઝેર નીકળે તો જ્ઞાનામૃતરૂપ થાય. શુધ્ધ જ્ઞાન હોય તો તે જ્ઞાન સ્વ-પર-પ્રકાશક બને છે. અર્થાત્ આત્મા સ્વ-પરનાં શેયનો જ્ઞાતા જ્ઞાનસાર-૩ || 244