________________ ગયો છે. હવે આત્મા ચલાયમાન નથી. કેમ કે અચલ સ્વરૂપે પ્રગટ થઈ ગયું છે. રાગ-દ્વેષ આદિમલથી રહિત થઈ ગયો છે. કેમ કે અમલ સ્વરૂપને પામી ગયો છે. હવે વિધ્વરહિત સ્વ-સ્વરૂપનું પ્રગટીકરણ. તેથી પોતાના આત્માનું આત્મવીર્ય- સંપૂર્ણપણે ગુણોમાં જ રમતું થઈ ગયું છે. ઘાતિ કર્મના ઉદયથી આત્માનો સ્વભાવ આવરાય છે. અઘાતિ કર્મના ઉદયથી આત્માનું સ્વરૂપ ઢંકાઈ જાય છે. અર્થાત્ જીવ અરૂપી સ્વરૂપે ન રહે પણ શરીર સાથે રૂપી થઈ જશે. બહારની સંપત્તિમાં તૃપ્તિ ન માને પરંતુ ઘાતિ–અઘાતિ ઓછા થાય તો સ્વરૂપ અને સ્વભાવમાં આત્મા જોડાય તો જ આત્મા વાસ્તવિક શાશ્વત - તૃપ્તિ તરફ આગળ વધશે. આમ, સાધ્ય તરીકે પોતાની કાયમી પૂર્ણ અવસ્થાનો લક્ષ રાખવો જોઈએ. આ રીતે ક્ષમતા રૂપી કલ્પવૃક્ષના ફળોને ચારિત્રના આસ્વાદ દ્વારા મેળવવાનાં છે. જેમ અમૃત પીને જીવ અમર બને તેમ જ્ઞાનામૃત પીને પણ જીવ વાસ્તવિક રૂપે અમર બને છે–તૃપ્ત બને છે. તે પ્રયોજનથી કરેલી સુંદર ક્રિયાનો અભ્યાસનિષ્ફળ ન જાય અને ક્રિયાના ફળ રૂપ જે સ્વરૂપ સ્થિરતા પામી આત્મા જ્ઞાનાનંદરૂપ અમૃતપાન વડે જે નિર્જરાને પામે તે માટે સ્વમાં રહેલા આનંદના ભોગવવા રૂપ"તૃપ્તિ અષ્ટકનું અહીં આરંભ કરાય છે. ગાથા: 1 પીવા શાનામૃત ભુવા, કિયા સુરલતાફલમ સામ્યતાબૂલમાસ્વાધ, તૃપ્તિ યાતિ પરાં મુનિ 15 જ્ઞાનરૂપી અમૃતનું પાન કરીને અને ક્રિયા રૂપી કલ્પવૃક્ષના ફળોનું ભોજન કરીને, સમતા–ભાવરૂપી તાંબુલનો આસ્વાદ કરીને મુનિ પરમ તૃપ્તિને પામે છે. કોઈ શુભાશુભ વસ્તુ ગ્રહણ કરવી કે ન કરવી એ આત્માના સામર્થ્ય જ્ઞાનસાર–૩ || 242