________________ 2) સંગ્રહ અને (3) વ્યવહાર નયથી - ગ્રહણ યોગ્ય નિર્દોષ વસ્તુ મળી જાય તો સંતોષ અને તૃપ્તિ. સાધુએ નિર્દોષ વસ્તુ પણ પ્રયોજન વિના લેવાય નહીં. મારે આ વસ્તુ ધર્મમાં સહાયક બને તે માટે લેવાની છે તે ઉપયોગ સતત રહેવો જોઈએ. નહીંતર સ્વ આત્માને ધર્મને બદલે પ્રસાદનો લાભ થઈ જાય. ગોચરીમાં આપેલો ધર્મલાભ'અને ગોચરી પછી પ્રમાદકરો તે આત્માને ધર્મલાભને બદલે પ્રમાદનો લાભ થઈ જશે. વધુમાં વધુ ધર્મ-પુરુષાર્થ થાય તે માટે પ્રમાદન થાય તેવી ગોચરી વાપરવી જોઈએ. 4) અજુ સુત્ર નયઃ ગ્રહણ યોગ્ય વસ્તુઓમાં પણ જો ઈષ્ટ વસ્તુઓ પ્રાપ્ત થતી હોય તો જ ખુશી ઉપજે માટે તેને તૃપ્તિ કહેવાય. આ ચાર નો બાહ્ય પુદ્ગલાદિ - વસ્તુઓની પ્રાપ્તિથી તૃપ્તિ માનનારા છે, કારણ કે સ્કૂલનયો છે. 5) શબદ નય : ૭મા ગુણસ્થાનકથી ૧૨મા ગુણસ્થાનક સુધી ક્ષયોપશમાદિક ભાવના જ્ઞાન-દર્શન–ચારિત્રાદિ અને વીર્યાદિ ગુણાત્મક સ્વ-સ્વભાવની પ્રાપ્તિ થવાથી જે આનંદ પ્રવર્તે તેને તૃપ્તિ કહે છે. માત્ર વિતરાગતાના લક્ષવાળો હોય અને આત્મ દ્રવ્યને જ પકડનારો હોય. ૭મે નિરતિચાર ચારિત્રવાળો હોય અને અનુભૂતિમાં તેને અલના નહોય. 6) સમભિરૂઢ નયઃ ૧૨મા અને ૧૩મા ગુણઠાણે જે ક્ષાયિક ભાવની પ્રાપ્તિને તૃપ્તિ કહે છે. પૂર્ણ સ્વભાવની પ્રાપ્તિની પૂર્ણતાને અનુભવશે. 7) એવભૂત નય ઘાતી અને અઘાતી સર્વ કર્મોના ક્ષયથી આત્માની પૂર્ણ શુધ્ધ સિધ્ધાવસ્થા પ્રગટ થવાથી આત્મા નિર્વિન પોતાના સ્વભાવ અને સ્વરૂપને સદા પૂર્ણ ભોગવી શકે તેને તૃપ્તિ કહે છે. હવે તેને ગુણસ્થાનક આદિ કોઈ સ્થાનની મર્યાદા નથી. કેમ કે સિધ્ધ સ્વરૂપે પ્રગટ થઈ ગયું છે. સંપૂર્ણ નિઃસંગ અવસ્થાની પ્રાપ્તિ થઈ ચૂકી છે. હવે અમાપ-અનંત અને ગુણાતીત અવસ્થા છે. હવે આત્મા પર કોઈ ઉપદ્રવ નથી. કેમ કે તે શિવ સ્વરૂપ બની જ્ઞાનસાર-૩ || 241