________________ ૧૦મું અષ્ટક તૃપ્તિ ક્રિયા અષ્ટક પછી તૃપ્તિ અષ્ટક કહેવાનું પ્રયોજન પૂ. મહોપાધ્યાય યશોવિજયજી જણાવે છે કે અપ્રમત્ત ક્રિયા કરવા છતાં હું બધા કરતા સારી ક્રિયા કરું છું તેવું અભિમાન આવી જાય અથવા આંકડારૂપે ક્રિયાની ગણતરી વિગેરેનો લોભ જાગે તેના કારણે ઘણા પ્રયત્નપૂર્વક કરાયેલી સુંદરતમ ધર્મ પ્રવૃત્તિરૂપ પુરુષાર્થ કર્મનિર્જરા અને આનંદના અનુભવ ફળને પામવાને બદલે કષાયિકભાવને પામી અને કર્મવેદના કારણરૂપ ન બને માટે આત્માના નિર્મળ સ્વરૂપના અવલંબને આત્મા ગુણોની અનુભૂતિરૂપ તૃપ્તિ પામે તે લક્ષે આ તૃપ્તિ અષ્ટકનો આરંભ કરાવે છે. પૂ. ટીકાકારશ્રી દેવચંદ્રવિજય મહારાજ 'તૃપ્તિના સ્વરૂપને સમજાવવાના હેતુએ નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવરૂપ ચારનિક્ષેપાએ તૃપ્તિની ચારે નિપાએ વિચારણા કરતા તૃપ્તિ પદનું વિવરણ કરે છે. તે તૃપ્તિની ચાર નિપાએ વિચારણા (1) નામનિક્ષેપો કોઈ વ્યકિતનું નામ "તૃપ્તિ" હોય તો તેનામ–તૃપ્તિ. (2) સ્થાપના નિક્ષેપોઃ 'તૃપ્તિ' એવા પ્રકારના અક્ષર, કાગળ, કપડાં કે લાકડાંદિમાલખવાકે અક્ષર ન્યાસ કરવો તો તે સ્થાપના તૃપ્તિ કહેવાય. (3) દ્રવ્ય નિક્ષેપો H તૃપ્તિના અર્થને જાણે, પરંતુ ક્રિયા કરતી વખતે ઉપયોગમાં ન હોય તે દ્રવ્ય તૃપ્તિ. આગમથી તૃપ્તિ ત્રણ પ્રકારે. (1) જ્ઞશરીરઃ ભૂતકાળમાં જે શરીર તૃપ્તિના અર્થને જાણનાર હતું અર્થાત્ તે આત્મા મૃત્યુ પામવાથી જ્ઞાન ચાલ્યું જ્ઞાનસાર-૩ || 239