________________ ગુરુ શિષ્યના હિત માટે ગુસ્સો કરે તો એ ક્રોધ ત્યાં ધર્મસ્વરૂપ બને છે. પ્રવૃત્તિ હંમેશા ઔચિત્યપૂર્વકની જ હોય. જે પ્રવૃત્તિમાં સ્વાર્થભાવ ન હોય અને સ્વ–પરના હિતની જ કાંક્ષા હોય તે પ્રવૃત્તિ દ્વારા જીવને કર્મની અપૂર્વ નિર્જરા પણ થાય છે. આજે તો આપણે શાસન અને આત્મહિતને બાજુએ મૂકી બીજું બધું જ કરવા તૈયાર છીએ. તો આત્મકલ્યાણ શું થશે? જેમ જેમ મોહાદિ શત્રુઓ દૂર થશે તેમ તેમ અભિનવ ગુણોની વૃધ્ધિ થશે અને તે દ્વારા પ્રતિસમય જીવ ગુણસ્થાનક રૂપ સંયમ સ્થાન પર આરૂઢ થશે. ૧થી 4 ગુણસ્થાનક દષ્ટિ પ્રધાન છે. પ થી 7 ગુણસ્થાનક આચાર પ્રધાન છે. ૮થી 12 ગુણસ્થાનકશુધ્ધ પરિણામની શ્રેણિ પ્રધાન છે. 13 થી 14 ગુણ સ્થાનક. શુધ્ધ સ્વભાવ સ્વરૂપ છે. આત્મવીર્યની આત્માના ગુણોમાં પ્રવર્તમાન થવાની ક્રિયા એ શ્રેષ્ઠ ક્રિયા છે. તે જેમ જેમ વૃધ્ધિ પામે તેમ તેમ ગુણ શ્રેણિની પણ વૃધ્ધિ થાય છે, ત્યારે જીવ આત્મામાં જ તદાકાર બની જાય છે પણ તે માટે સાધ્ય વિશુધ્ધિ જરૂરી છે. જેઓદ્રવ્યક્રિયાજિનવચનાનુસારેવિશુધ્ધ થઈકરે છે. તેમાં જ્ઞાનગુણ ભેળવી ભાવિત થઈને કરે છે તેઓ જ કેવલજ્ઞાનને વરે છે. આ પ્રમાણેદ્રવ્યક્રિયામાં ઉદ્યમવાળો જીવ ભાવક્રિયાવાળો બને છે અને ભાવક્રિયાની સિધ્ધિથી આત્મસ્વરૂપની સિધ્ધિ થાય. આ રીતે ક્રિયાનો માર્ગ જીવોને કલ્યાણકારી છે. જ્ઞાનસાર-૩ || 238